ETV Bharat / state

માળીયા: પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટ્યો, ગામ લોકો સંપર્ક વિહોણા

જૂનાગઢ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળીયા અને માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટ્યો
પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 4:15 PM IST

1 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: જૂનાગઢ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળીયા અને માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં મોટું નુકસાન થયું છે. માળીયા તુલાકના પીખોર ગામથી માંગરોળ તાલુકાને જોડતો પુલ તૂટી જતા મોટાભાગના ગામનો સંપર્ક તૂટી ગયો છે.

પિખોરથી માંગરોળ તરફ જતો આ માર્ગ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે જેને કારણે આસપાસના પાંચ કરતા વધારે ગામ અને માંગરોળ તાલુકાનો સંપર્ક તૂટી ગયો છે. પીખોરના 70 કરતા વધારે ખેડૂત ખાતેદાર જેમની જમીન સામે કાંઠે આવેલી છે તે તમામ ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાહન કે બળદગાડા સાથે જઇ શકતા નથી.

પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટ્યો (ETV Bharat Gujarat)

ખેડૂતો અને ગામ લોકોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

માંગરોળ, ભાટગામ, સુલતાનપુર અને સીરોદર ગામના ખેતી ધરાવતા અને પીખોર ગામમાં રહેતા 70 કરતાં વધારે ખેડૂતો પોતાના ખેતરમાં પુલ તૂટવાને કારણે જઈ શકતા નથી. ચોમાસાની ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર બાકી છે તેવી સ્થિતિમાં પુલ તૂટી જતા અહીંથી બળદગાડા કે સામાન્ય વાહન પણ જઇ શકે તેવી સ્થિતિમાં નથી. લોકો પણ જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર તૂટેલા પુલને રીપેર કરે અને આવનારા દિવસોમાં નવો પુલ બનાવે તેવી માંગ કરી રહ્યા છે.

માળીયાના પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટી ગયો હતો
માળીયાના પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટી ગયો હતો (ETV Bharat Gujarat)

પિખોર ગામમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માળિયા અને માંગરોળ તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે ભપિખોર ગામ નજીકથી પસાર થતી નોળી નદી પર આજથી 30 વર્ષ પૂર્વે બનેલો પુલ ભારે વરસાદ અને નદીમાં પૂરને કારણે સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ પુલ તૂટી જતા પિખોર ગામનો માંગરોળ તાલુકા અને આસપાસના ત્રણથી વધારે ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર વહેલી તકે આ પુલને જલદી રિપેર કરે તેવી લોક માંગ ઉઠી છે.

કોઝવે તૂટી જતા ખેડૂતો અને ગામ લોકોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે.
કોઝવે તૂટી જતા ખેડૂતો અને ગામ લોકોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. (ETV Bharat Gujarat)
જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.
જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: