ETV Bharat / state

કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત

ઉત્તર પ્રદેશની પાર્સિંગવાળી એક કાર દારૂ સાથે ભાવનગર શહેરમાં પ્રવેશવાની હોવાને લઈને ભાવનગરની એલસીબી પોલીસ અમદાવાદ હાઈવે ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 10:36 AM IST

|

Updated : February 27, 2026 at 11:29 AM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગરમાં દારૂ ઘુસાડવા માટે શાકભાજી, સળિયા વગેરે જેવા સામનોની આડમાં ઘુસાડવાનો પ્રયત્ન થયો છે. ત્યારે હવે તો કાર ચાલકે તમે કાર સામે હોવ તો પણ દારૂ શોધી ના શકો તેમ સંતાડવામાં આવ્યો હતો પણ પોલીસે તોય શોધી લીધી છે.

ભાવનગર શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી ટેકનિક વાપરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની પાર્સિંગવાળી એક કાર દારૂ સાથે ભાવનગર શહેરમાં પ્રવેશવાની હોવાને લઈને ભાવનગરની એલસીબી પોલીસ અમદાવાદ હાઈવે ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જો કે વોચમાં ગોઠવાઈ ગયેલી પોલીસે બાતમીવાળી કાર આવતા તેની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીને પગલે કારમાં ક્યાં ક્યાં દારૂ સંતાડવામાં આવ્યો છે તે શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)

હાઈવે ઉપર પોલીસે ઝડપી લીધો દારૂ

ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળતા જ ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર શિવ પેટ્રોલિયમ સામે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. એલસીબી પોલીસને બાતમી હતી કે, અમદાવાદ તરફથી એક કાર UP16Y0076 મારુતિ સુઝુકી રિત્ઝ કાર આવી રહી છે જેમાં દારૂ ભરેલો છે જેથી બાતમીને પગલે એલસીબી પોલીસે શિવ પેટ્રોલિયમ પાસે વોચમાં રહીને બાતમીવાળી કાર આવતાજ તેમાં સવાર બે શખ્સો સહિત કારની તપાસ શરૂ કરી હતી. જો કે કારની તપાસમાં દારૂ જ્યાંથી મળ્યો તે જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.

કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)

પોલીસે ગાડીમાંથી દારૂ બહાર કાઢ્યો

ભાવનગર એલસીબી પોલીસે મારુતિ સુઝુકી રિત્ઝ કાર તપાસ હાથ ધરી હતી. પોલીસને ચોક્કસ બાતમી હોય જેને પગલે પોલીસે પ્રથમ કારનું ડેસ્કબોર્ડ સ્ક્રુ ખોલીને તેમાં છુપાવેલી દારૂની બોટલો કાઢી હતી. જો કે ત્યારબાદ પોલીસે કારના ત્રણ દરવાજાના પડીયા ખોલીને તેમાં સંતાડેલી દારૂની બોટલો કાઢી હતી. કારના પાછળના બમ્પર અને બ્રેક લાઈટો ખોલીને તેમાં સંતાડવામાં આવેલી દારૂની બોટલો કાઢી હતી. આમ જોઈએ તો કોઈને સપને પણ ખ્યાલ ન હોય કે આ જગ્યા ઉપર દારૂ સંતાડવામાં આવતો હશે. જો કે પોલીસે કારમાંથી કુલ 113 બોટલ 3,43,720 ની અને બે શખ્સોને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)
કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)

પકડાયેલા બંને શખ્સો રાજસ્થાની

ભાવનગર એલસીબી પોલીસે કારમાં સવાર ઘમંડારામ રાધુરામ ખીચડ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને જામનગરના રહેવાસી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજાને કાર દારૂ મળીને કુલ 6,48,720 ના મુદ્દામાલ સાથે વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યા હતા. જો કે પોલીસે ગમે તેવી ટેકનિક વાપરવામાં આવે તો પણ દારૂને શોધીને ઝડપી લેવાની ક્ષમતા હોવાનું પોલીસે સાબિત કરી બતાવ્યું છે.

કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

Last Updated : February 27, 2026 at 11:29 AM IST