ETV Bharat / state

નવસારીમાં ગુજરાત એસટી બસને નડ્યો અકસ્માત, જૂનાગઢથી બીલીમોરા જતી બસ ડિવાઇડર પર ચઢી ગઇ

જૂનાગઢથી બીલીમોરા જતી એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઇ, બસમાં સવાર 29 મુસાફરોનો બચાવ

નવસારીમાં ગુજરાત એસટી બસને નડ્યો અકસ્માત
નવસારીમાં ગુજરાત એસટી બસને નડ્યો અકસ્માત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 11:35 AM IST

1 Min Read
Choose ETV Bharat

નવસારી: જૂનાગઢથી બીલીમોરા જતી ગુજરાત એસટીની બસને અકસ્માત નડ્યો હતો. જૂનાગઢથી બીલીમોરા જતી એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઇ હતી. સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઇ નહતી.

નવસારીમાં ગુજરાત એસટી બસને નડ્યો અકસ્માત

જૂનાગઢથી બીલીમોરા જતી એસટી બસને નવસારીના ઇટાડવાથી ગણદેવી જતા માર્ગ પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. એસ.ટી બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. સદનસીબે બસમાં સવાર તમામ 29 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

જૂનાગઢથી બીલીમોરા જતી બસને અકસ્માત નડતા મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યા હતા
જૂનાગઢથી બીલીમોરા જતી બસને અકસ્માત નડતા મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યા હતા (ETV Bharat Gujarat)

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડિવાઈડર પર રીફ્લેક્ટર અથવા સ્ટ્રીટ લાઈટના અભાવે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ માર્ગ પર છેલ્લા બે અઠવાડિયામાં નાના-મોટા મળી ચાર જેટલા અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. ગણદેવીથી ઈટાડવા જતા આ માર્ગ અંગે સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તંત્રને અનેકવાર રીફ્લેક્ટર અને સ્ટ્રીટ લાઈટ મૂકવા રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે, તંત્ર કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

"જૂનાગઢથી બીલીમોરા જતી 29 પેસેન્જર ભરેલી એસટી બસને નવસારીના ઇટાડવાથી ગણદેવી જતા માર્ગ ઉપર 11:15 વાગ્યે અકસ્માત નડ્યો હતો. અકસ્માત સમયની પડેલી ટ્રક બાજુમાં ઉભી હતી જેની સાઇડથી બસ કાઢવા જતા બીજી સાઇડનું ડિવાઇડર ડ્રાઇવરને દેખાયું નહતું અને બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઘટનાની જાણ થતા અમે રીલીફ બસ બીલીમોરા માટેની મોકલી આપી છે." કલ્પેશ ગાંધી, નવસારી ડેપો મેનેજર

આ પણ વાંચો: