ETV Bharat / state

Board Exam 2026: સાવરકુંડલાના પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ, પોલીસે તાત્કાલિક વ્યવસ્થા સંભાળી

રીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓની ભારે ભીડ જોવા મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સાવરકુંડલાના પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ
સાવરકુંડલાના પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 3:22 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમરેલી : જિલ્લામાં આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાના પ્રથમ દિવસે સાવરકુંડલાના કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓની ભારે ભીડ જોવા મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી અને ભીડ હટાવી વ્યવસ્થા સુચારૂ બનાવવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના દબાણ વિના અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લોને અમરેલી અને સાવરકુંડલા એમ બે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાઓ યોજાઈ રહી છે.

વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્યની દૃષ્ટિએ દરેક પરીક્ષા કેન્દ્ર પર નજીકના પીએચસીના સંપર્ક નંબર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. કોઈપણ ઇમર્જન્સી આરોગ્ય સેવા જરૂરી બને તો પ્રથમ પીએચસીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક સંવેદનશીલ કેન્દ્રોમાં તકેદારીના ભાગરૂપે 2 કલાક માટે અધિકારીઓની વિશેષ નિમણૂક પણ કરવામાં આવી છે.

સાવરકુંડલાના પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ (ETV Bharat Gujarat)

આંકડાઓ મુજબ, જિલ્લામાં ધોરણ 10માં અંદાજે 19,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 1,635 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. પ્રથમ દિવસની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતી દેખાઈ હતી.

પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ
પરીક્ષા કેન્દ્રોમાં વાલીઓની ભીડ (ETV Bharat Gujarat)

જિલ્લા શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તેમજ વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે.

આ પણ વાંચો...

  1. Board Exam: ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ, આ વખતે 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે
  2. બોર્ડ પરીક્ષા પહેલા કલેકટરે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું, કુલ કેટલા વિદ્યાર્થીઓ આપશે HSC-SSC પરીક્ષા, જાણો