ETV Bharat / state

કચ્છમાં છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે બ્લાસ્ટની ઘટના, બે બાળકો સહિત 4નાં મોત

છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે આ બ્લાસ્ટની ઘટના બની હતી અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સ્થળ પર જ બે ભાઈના મોત થયા હતા.

કચ્છમાં છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે બ્લાસ્ટની ઘટના
કચ્છમાં છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે બ્લાસ્ટની ઘટના (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 22, 2026 at 8:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

કચ્છ: કચ્છના નખત્રાણામાં ભીમપર વિસ્તારમાં એક બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં બે ભાઈઓ અને બે બાળકો છે. છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે આ બ્લાસ્ટની ઘટના બની હતી અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સ્થળ પર જ બે ભાઈના મોત થયા હતા.

પોલીસ દ્વારા અપાયેલી વિગતો મુજબ, નખત્રાણાના મફતનગર વિસ્તારમાં ભંગારનું કામ કરતા મોહંમદ કુંભાર અને નૂરમોહંમદ કુંભાર કબાડીનું કામ કરે છે અને તેઓ શનિવારે સાંજે છોટા હાથી ટેમ્પોમાં ભંગાર લઈને આવ્યા હતા. પોતાના ઘરની પાસે આ છોટા હાથી પાર્ક કરીને તેમાંથી ભંગાર કાઢવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થયા તેમનું મોત થયું હતું, જ્યારે તેમની આસપાસ રહેલા બે બાળકો પણ ઈજાગ્રસ્ત થઈ ગયા. જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા. ઘટનાને લઈને પોલીસ તથા FSLની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી.

કચ્છમાં છોટા હાથીમાંથી ભંગાર ખાલી કરતા સમયે બ્લાસ્ટની ઘટના (ETV Bharat Gujarat)

આ અંગે નખત્રાણાના મામલતદાર રાકેશ પટેલે જણાવ્યું કે, સાંજે 4.30 વાગ્યા આસપાસ 4 લોકોના મોત થયાની જાણ થઈ હતી. જે બાબતે પોલીસ સાથે સ્થળ પર હાજર રહીને તપાસ કરતા છોટા હાથીના એન્જિનમાં વિસ્ફોટ થવાના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ મોત થયાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે પોલીસ અને FSLની તપાસ ચાલુ છે ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા કારણસર આ બનાવ બન્યો છે. બનાવ ન બને તે બાબતે તકેદારી ન રાખવા સુચના આપવામાં આવશે.

પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડાએ વિગતો આપતા જણાવ્યું કે, આજે સાંજે નખત્રાણા તાલુકાના કોટડા ગામના મફતનગર વિસ્તારમાં લોકલ કબાડીનું કામ કરે છે મોહંમદ કુંભાર અને નૂરમોહંમદ કુંભાર બે ભાઈ. તે આસપાસના ફેરી બાદ પોતાના ઘરે આવ્યા અને છોટા હાથીમાંથી સામાન ઉતારી રહ્યા હતા. આ દરમિયાન એક બ્લાસ્ટ થયો અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. તેમની આસપાસ બે બાળકો હતા તે પણ ઈજાગ્રસ્ત થયા તેમને હોસ્પિટલ લઈ જવાયા અને તેમનું મોત થઈ ગયું. મોહંમદ કુંભાર, નૂરમોહંમદ કુંભારના ઘરે છે તેમના આંગણામાં બ્લાસ્ટ થયો અને ઘટના ઘટી, પોલીસની ટીમ અહીં પહોંચી છે. હાલમાં ફોરેન્સિક ક્રાઈમ સીન અધિકારીની સ્થળ વિઝિટ બાકી છે, તે બાદ એક્સપ્લોસિવ એક્સપર્ટની પણ વિઝિટ કરવામાં આવશે. બાદમાં બ્લાસ્ટનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક રીતે છોટા હાથીનો પાછળનો ભાગ જોઈને લાગી રહ્યું છે કે, કોઈ કારણથી વિસ્ફોટ થયો એમાં ડિઝલની ટાંકી ફાટી છે. પરંતુ આ બાબદ એક્સપ્લોસિવ એક્સપર્ટ સારી રીતે જણાવી શકશે.

આ પણ વાંચો:

  1. સિંહો માટે રેલવે ટ્રેક પર ‘નો-એક્સિડન્ટ ઝોન’ બનાવવાની કવાયત! હાઇકોર્ટમાં સરકારનો એક્શન પ્લાન, છેલ્લા બે વર્ષમાં એક પણ સિંહનું અપમૃત્યુ નહીં
  2. ગુજરાત કૉલેજના PT ટીચરનું કૌભાંડ: 'એરફોર્સમાં નોકરી અપાવીશ, ક્રિકેટમાં સિલેક્શન કરાવીશ’ કહી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડ્યાવ્યા