ETV Bharat / state

'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા', અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન

ભાજપના વિરોધ પ્રદર્શન પહેલા કોંગ્રેસ કાર્યાલય બહાર બેરીકેટિંગ લગાવવામાં આવ્યું હતું. ભાજપની મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન
અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 10, 2026 at 6:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામને વિરુદ્ધ વિદ્યાર્થિનીઓના જાતીય સતામણીના આરોપ બાદ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જેને લઈને અમદાવાદમાં તેમની વિરુદ્ધ આજે ભાજપના મહિલા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના શરમજનક કૃત્ય બાબતે આક્રોશ વ્યક્ત કરવા ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયાની ઉપસ્થિતિમાં મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો દ્વારા અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપના વિરોધ પ્રદર્શન પહેલા કોંગ્રેસ કાર્યાલય બહાર બેરીકેટિંગ લગાવવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપની મહિલાઓ 'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપની મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે બધી મહિલાઓને બેરીકેડિંગથી હટાવી હતી.

અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન (ETV Bharat Gujarat)

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના મંત્રી દર્શના બેન વાઘેલાએ જણાવ્યું હતું કે, દરેક મહિલાઓ આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતરી છે. કોંગ્રેસના સાંસદ અને જેએનયુના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજાન દ્વારા કરવામાં આવેલી વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના શરમજનક કૃત્ય બાબતે મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો. હું કોંગ્રેસ પાસેથી માંગ કરું છું કે તમે આ સાંસદ સભ્યને સસ્પેન્ડ કરો અને એની સામે પગલાં ભરો. મહિલાઓનું અપમાન કરવું એ કોંગ્રેસના લોહીમાં છે.

અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન
અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન (ETV Bharat Gujarat)

ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયાનીએ જણાવ્યું હતું કે, મણિપુરના કોંગ્રેસના સાંસદ અને જેએનયુના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ દ્વારા વિદ્યાર્થિનીઓની જાતીય શોષણ કરવામાં આવ્યું છે. આ કૃત્ય પછી યુનિવર્સિટીએ એમની હકાલ પટ્ટી કરી છે. આ મુદ્દે કોંગ્રેસ મૌન છે. હું રાહુલ ગાંધીને ચેલેન્જ કરું છું કે જે પ્રકારે યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે એ પ્રકારે નિર્ણય લો અને એમને સસ્પેન્ડ કરો.

11 વિદ્યાર્થિનીઓએ ફરિયાદો નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે, 11 વિદ્યાર્થિનીઓએ બરતરફ કરાયેલા પ્રોફેસર ડૉ. અંગોમચા બિમોલ અકોઈજામ સામે જાતીય સતામણીના આરોપ સાથે યુનિવર્સિટીની આંતરિક સમિતિ સમક્ષ ફરિયાદો નોંધાવી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે, પ્રોફેસરે વર્ગખંડમાં અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી, કાર્યક્રમો દરમિયાન અયોગ્ય વર્તન કર્યું હતું અને શૈક્ષણિક વાતચીત કે સંપર્ક દરમિયાન અયોગ્ય આચરણ કર્યું હતું.

અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન
અમદાવાદમાં ભાજપના મહિલા કાર્યકરોનું ધરણાં પ્રદર્શન (ETV Bharat Gujarat)

શરૂઆતમાં, એક વિદ્યાર્થિનીએ 'વાઈવા' (મૌખિક) પરીક્ષા બાદ કથિત અયોગ્ય વર્તન અંગે જાણ કરી હતી. ત્યારબાદ, અન્ય વિદ્યાર્થિનીઓએ પણ તેમના અનુભવો રજૂ કર્યા હતા. ડૉ. અકોઈજામે આ આરોપોને ખોટા અને દૂષિત ગણાવીને સતત નકાર્યા છે.

આ પણ વાંચો:

  1. સુરત: કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ફગાવી, રાહુલ ગાંધી પર કર્યા ગંભીર આક્ષેપ
  2. વિરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન