ETV Bharat / state

ગેનીબેનને ચેલેન્જ ફેંકનારા ભુવાજી ગણતરીના કલાકોમાં ઢીલા પડ્યા, માફી માગી

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં ભુવાજી ધુણીને લગ્ન પ્રસંગોમાં ડીજેનું સમર્થન કરવાની સાથે ગેનીબેનને ચેલેન્જ આપી રહ્યા છે

કલાકોમાં જ બદલાયા બોલ
કલાકોમાં જ બદલાયા બોલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 6:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકનાર ભુવાજીનો વિડીયો વાયરલ થયા બાદ હવે ભુવાજીના બોલ બદલાયા છે. ભુવાજીએ ધુણતા ધુણતા કહ્યું હતું કે, 'ડીજે વાળાનુ ડીજે બંધ રાખુ તો હું માતા ન કહેવાઉ. સારું ભોજન ગેનીબેન જમીને આવે અને ઠાકોરના છોકરા લુખ્ખું ભોજન જમે.વિડિયો ઉતારી લેજો અને ગેનીબેન ઠાકોરને પણ કહી દેજો કે જોગણી બોલે છે.' જોકે પડકાર ફેકનાર ભુવાજીએ થોડા કલાકોમાં જ માફી માગી લીધી છે.

વાયરલ વીડિયોમાં ટીના ભુવાજીના ઓળખાતી વ્યક્તિ ધુણતા ધુણતા ઠાકોર સમાજના નવા બંધારણમાં લગ્ન પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધના કાયદાનો વિરોધ કરતા કહી રહ્યા છે કે, 'ડીજે વાળાનુ ડીજે બંધ રાખુ તો હું માતા ન કહેવાઉ અને વિડીયો પણ બંધ નહીં રહે ભલે ગેનીબેને કીધું હોય કે લગ્નમાં ડીજે બંધ રહેશે પરંતુ આગળ ચૈત્ર મહિના અને વૈશાખ મહિનાની બીજે તમારા કોઠે દુઃખ ન આવવા દઉં તો હું માતા ન કહેવાવું.' આ ભુવાજી આટલે ના રોકાયા તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કરતા કહ્યું કે, 'સાંસદ ગેનીબેન ઠાકોર સારું ભોજન જમીને આવે છે અને ઠાકોરોના છોકરા લુખ્ખું ભોજન જમે છે. ગેનીબેન ઠાકોરને ફોન કરીને કહેવું હોય તો કહી દેજો કે આ જોગણી બોલે છે.' આમ આ ભુવાજીએ સાંસદ ગેનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર ફેંક્યો

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં ભુવાજી ધુણીને લગ્ન પ્રસંગોમાં ડીજેનું સમર્થન કરવાની સાથે ગેનીબેનને ચેલેન્જ આપી રહ્યા છે (ETV Bharat Gujarat)

કલાકોમાં જ બદલાયા બોલ

જોકે, હવે આ સમગ્ર મામલે પોતાના આ ટીના ભુવાજીએ માફી માગી લીધી છે. તેમણે ઠાકોર સમાજ અને ગેનીબેનની માફી માગી છે. તેમણે કહ્યું કે, તેમના દ્વારા બોલાયેલા શબ્દોનો લોકોએ વધારે મોટો અર્થ કાઢી લીધો અને આના માટે સમાજ તેમને જે પણ દંડ કરશે તેના માટે તેઓ તૈયાર છે.

નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું બંધારણ બનતા જ ડીજેને લઈને વિવાદ ઊભો થયો હતો જે બાદ ડીજે સંચાલકોએ બેઠકો કરી સાંસદ ગેનીબેન ઠાકોર સામે આક્ષેપો કર્યા હતા કલાકાર વિક્રમ ઠાકોરનો પણ ડીજે સંચાલકોને સમર્થન આપતો વીડિયો અગાઉ વાયરલ થયો હતો જે બાદ ડીસાના ઝાબડિયા ગામના કલાકારોને ડીજે વગાડવાના કારણે સમાજ બહાર મુકવામાં આવ્યા છે ત્યારે હવે ભુવાજીએ એન્ટ્રી કરી પરંતુ કલાકોમાં જ ભુવાજીનો શો પણ હાલ તો સંપૂર્ણ ફ્લોપ થઈ ગયો છે.

આ પણ વાંચો: