ETV Bharat / state

ભિલોડા-મેઘરજમાં કોંગ્રેસનો ચૂંટણી પંચ સામે વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં ધરણાં અને રસ્તો રોકી વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

જ્ઞાનેન્દ્ર કુમારના રાજીનામાની માંગ
જ્ઞાનેન્દ્ર કુમારના રાજીનામાની માંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 6, 2026 at 5:30 PM IST

1 Min Read
Choose ETV Bharat

અરવલ્લી: જિલ્લાના ભિલોડા અને મેઘરજમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભિલોડામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે મેઘરજ શહેરમાં ગ્રીન પાર્ક ચાર રસ્તા ખાતે રસ્તો રોકી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ચૂંટણીમાં EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

ભિલોડા-મેઘરજમાં કોંગ્રેસનો ચૂંટણી પંચ સામે વિરોધ (Etv Bharat Gujarat)

વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ભિલોડા અને મેઘરજના મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપો કરી ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ વિરોધ કાર્યક્રમમાં મેઘરજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ અસારી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભિલોડા-મેઘરજમાં કોંગ્રેસનો ચૂંટણી પંચ સામે વિરોધ (Etv Bharat Gujarat)

ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાન્તિભાઈ ખરાડીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં ધરણાં યોજી રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચ પર લોકશાહી અને મતદારોના અધિકારો સાથે અન્યાયના આક્ષેપ કરી જવાબદારોના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચો...

  1. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના માથે વધુ એક બોજ, સાબરડેરીએ પશુદાણના ભાવમાં મોટો વધારો ઝિંક્યો
  2. અરવલ્લી પર્વતમાળા વિવાદ: 30 નવેમ્બર સુધીમાં નક્કી થશે ભવિષ્ય, જાણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જનભાગીદારી કેમ જરુરી છે?