ETV Bharat / state

ભાવનગરના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી, કેપીએસ શાળામાં 110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ

એક્સપોમાં જય વીરરાજસિંહજી હાજરી આપી હતી, ત્યારે એક્સપોમાં પ્રદુષણ ઉપર ભાર મુકાયો હતો.

ભાવનગરના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી
ભાવનગરના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 2:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : શહેરની કેપીએસ શાળા ખાતે વર્ષ 2025 એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા 110 કૃતિઓ મુકાઈ હતી. એક્સપોમાં જય વીરરાજસિંહજી હાજરી આપી હતી, ત્યારે એક્સપોમાં પ્રદુષણ ઉપર ભાર મુકાયો હતો.

વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવનગરની કેપીએસ શાળામાં ઇનોવેશન એક્સ્પો 2025નું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કેટલીક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઇનોવેશન એક્સપોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, સામાજિક, સોલાર અને પ્રદૂષણને પગલે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

ભાવનગરના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી (ETV Bharat Gujarat)

કેટલી કૃતિઓ અને ક્યાં વિષય પર

કેપીએસ માધ્યમિક શાળાના આચાર્ય તરુણ વ્યાસે જણાવ્યું હતું કે, "કેપીએસ ખાતે વર્ષ 2025 ઇનોવેશનનું આયોજન કરાયું છે. તેમાં 110 જેટલી કૃતિઓ રજૂ થઈ છે. દરેક વિભાગના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેશન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ખાસ કરીને વિજ્ઞાન સામાજિક સોલાર જેવા પ્રોજેક્ટ છે. જેમાં 20 પ્રકારના પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા છે.

110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ
110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ (ETV Bharat Gujarat)

યુવરાજ જયવિરાજસિંહજી મુખ્ય અતિથિ

કેપીએસ શાળાના વર્ષ 2025ના એક્સપોમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જયવીરરાજસિંહજીએ કહ્યું હતું કે ખુબ સરસ અને એક્સિલન્ટ કેપીએસ સંસ્થાના સંચાલકોને શિક્ષકોનો વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન એક્સપોનું આયોજન કરાયું છે. ભાવનગરના નાગરીક તરીકે આ એક્સીલન્ટ છે, કે દરેક એક્સપિરિયન્ટ સારા છે. જે ભવિષ્ય માટે ખૂબ સારા છે. આઝાદીથી લઈને ભાવનગર શિક્ષણમાં અગ્રેસર રહ્યું છે, મને ભાવનગર ઉપર ગર્વ છે.

110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ
110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ (ETV Bharat Gujarat)

નદી સાફ કરવાનું સાધન વેસ્ટમાંથી બનાવ્યું

કેપીએસ શાળાના યોજાયેલા 2025 એક્સપોમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતાં પાર્થરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે, અમે કચરો હોય બોટલને એ બધું તેમાંથી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ સાધન બનાવ્યું છે. રીવર ક્લિનિંગ બોટ અમે બનાવી છે. જેમાં ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે. પીવીસી પાઇપ પછી કાગળનું પૂઠુ સાવરણાની સળીયો આ બધી લગાવીને રિવર ક્લિનિંગનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ
110 કૃતિઓ એક્સપોમાં મુકાઈ (ETV Bharat Gujarat)
વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી
વાયુ પ્રદુષણ સાફ કરવા બનાવી ફેકટરી (ETV Bharat Gujarat)

વાયુ પ્રદૂષણને પગલે ફેક્ટરી બનાવી

કેપીએસના ધોરણ 11માં અભ્યાસ કરતા સ્મિત સરવૈયાએ જણાવ્યું હતું કે, વાયુ પ્રદુષણ પ્રોજેક્ટમાં અમે વાતાવરણમાં રહેલા ખરાબ વાયુઓને ક્લિન કરીએ છીએ. એક ફેક્ટરી મારફતે વાયુને ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. બે કાર્બન રોડ લગાડેલા હોય છે, તેમાંથી કાર્બન સાફ કરીને શુદ્ધ ઓક્સિજન હવામાં છોડીને વાયુ પ્રદુષણ રોકવાનો અમારો પ્રોજેક્ટ છે.

આ પણ વાંચો...

  1. ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોની હવા બની ચિંતાનો વિષય: અમદાવાદ, સુરતમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ
  2. ગોળ પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે, જાણો ગોળના કેટલાક ફાયદા