ETV Bharat / state

ભાવનગર: ટેમ્પલ બેલને લઈને વિપક્ષની કમિશનરને રજૂઆત, શાસકે આપ્યો વળતો જવાબ

ટેમ્પલ બેલની આવતી ફરિયાદો અને ભૂતકાળની ફરિયાદોને ધ્યાનમાં લઈને રજૂઆત કરાઈ છે. જો કે શાસકે ટેમ્પલ બેલની એજન્સીના પગલે બચાવ કર્યો છે.

ભાવનગર: ટેમ્પલ બેલને લઈને વિપક્ષની કમિશનરને રજૂઆત, શાસકે આપ્યો વળતો જવાબ
ભાવનગર: ટેમ્પલ બેલને લઈને વિપક્ષની કમિશનરને રજૂઆત, શાસકે આપ્યો વળતો જવાબ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 7:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત ટેમ્પલ બેલ એજન્સીના પગલે કરવામાં આવી છે. ટેમ્પલ બેલની આવતી ફરિયાદો અને ભૂતકાળની ફરિયાદોને ધ્યાનમાં લઈને રજૂઆત કરાઈ છે. જો કે શાસકે ટેમ્પલ બેલની એજન્સીના પગલે બચાવ કર્યો છે.

ભાવનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડતા ટેમ્પલ બેલ એજન્સીને પગલે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે. વિરોધ પક્ષ દ્વારા એજન્સીને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ એજન્સીની સામે કડક કાર્યવાહીની માંગ વિરોધ પક્ષે કરી છે. જો કે શાસકે સબ સલામતની વાત સાથે ખાતરી આપી છે.

ભાવનગર: ટેમ્પલ બેલને લઈને વિપક્ષની કમિશનરને રજૂઆત, શાસકે આપ્યો વળતો જવાબ (ETV Bharat Gujarat)

વિરોધપક્ષે કર્યો એજન્સીનો વિરોધ:

ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં ટેમ્પલ બેલ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરે છે તે એજન્સી સામે પણ ભૂતકાળમાં ફરિયાદો થયેલી છે. પેનલ્ટી પણ મોટી થયેલી છે ત્યારબાદ પગાર બાબતમાં પણ કર્મચારીઓના પગાર નહીં આપવા બાબતે ટેમ્પલ બેલ ચોરીને પણ કર્મચારીઓ જતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં પ્રજાએ ધ્યાન દોર્યું કે, આ ચલાવી ના લેવાય કારણ કે તોતિંગ બિલ એજન્સીને ચૂકવવામાં આવતું હોય અને ટેન્ડર વિરુદ્ધ કામ થઈ રહ્યું હોવાથી કમિશનરને લેખિત રજૂઆત કરી છે. એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સારી એજન્સીને કામ સોપાય.

શાસકે કર્યો બચાવ અને વિપક્ષ પર વાર:

વિપક્ષના પ્રહારને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, વિપક્ષે વિકાસ વિરોધી ધરાવતી માનસિકતા વાળો વિપક્ષ છે. અમે જાણીએ છીએ કે ટેમ્પલ બેલમાં જે ક્ષતિઓ હતી તેમાં એજન્સીને પેનલ્ટી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત 3.90 કરોડ જેવી મોટી પેનલ્ટી કરવામાં આવી છે. ટેમ્પલ બેલમાં ટેન્ડરની જોગવાઈ મુજબ બાંધછોડ નહીં કરાય. પગારની વાત છે જે અમારી પાસે આવી નથી. આથી કોઈ સમસ્યા પણ આવશે તો બાંધછોડ નહીં કરાય તેવી અમે ખાતરી આપીએ છીએ.

ટેમ્પલ બેલના પગલે ભૂતકાળમાં ફરીયાદ:

ડોર ટુ ડોર કચરો લેવા આવતા ટેમ્પલને લઈને સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો નાની મોટી આવતી હોય છે. પરંતુ ભૂતકાળમાં એક સાથે બે જેટલા ટેમ્પલ બેલ એજન્સીના કર્મચારીઓ પગારના કારણે ચોરીને નાસી ગયા બાદ મહાનગરપાલિકાને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિ વચ્ચે મુદ્દો ઉઠાવીને એજન્સીને ટાર્ગેટ કરી શાસકને નિશાન ઉપર વિપક્ષે લીધું છે. જો કે શાસક વળતો પ્રહાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: