ETV Bharat / state

ભાવનગરમાં નળ કનેક્શનને લઈને મહાનગરપાલિકાએ શું ઝુંબેશ શરૂ કરી? લોકોમાં ફફડાટ મચ્યો

કોઈ મંજૂરી વગર લીધેલો કનેક્શન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. પેનલ્ટી 3 હજાર અંદાજીત લેવામાં આવે છે.

ભાવનગરમાં 55 ગેરકાયદેસર નળ કનેક્શન પક
ભાવનગરમાં 55 ગેરકાયદેસર નળ કનેક્શન પક (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 9:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : મહાનગરપાલિકાએ ગેરકાયદેસર નળ કનેક્શનને લઈને શરૂ કરેલી ઝુંબેશમાં 4000 પૈકી 55 જેટલા નળ કનેક્શન ગેરકાયદેસર ઝડપી લીધા છે. જેમાં દંડની પણ જોગવાઈ હોવાથી પેનલ્ટી લગાવવામાં આવી છે, ત્યારે અન્ય શહેરમાં ગેરકાયદેસર નળ કનેક્શન લેનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તમારા નળ કનેક્શનની લાઇન કેટલા ઇંચની છે તે પણ સમજવું જરૂરી છે.

ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગે નળ કનેક્શનને લઈને એક ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. શહેરના કુલ નળ કનેક્શન ધારકો પૈકી હાલ ટાર્ગેટ કરેલા નળ કનેક્શનના પગલે ઝુંબેશ ચેકિંગની ચાલી રહી છે. જેમાં ગેરકાયદેસર લીધેલા નળ કનેક્શન સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચાલી રહેલી ઝુંબેશના પગલે ગેરકાયદેસર કનેક્શન લેનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ભાવનગરમાં 55 ગેરકાયદેસર નળ કનેક્શન પકડ્યા (ETV Bharat Gujarat)

ગેરકાયદેસર નળ કનેક્શન અને કોઈ મંજૂરી વગર લીધેલા કનેક્શનના કિસ્સાઓ આવ્યા સામે

ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી એફ.એમ શાહે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વોટરપાર્ક વિભાગ દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નિયમ મુજબ અડધી લાઈનના બદલે તેનાથી મોટું અથવા તો મોટી એક કે પોણાનું કનેક્શન લેવામાં આવ્યું હોય તેવું પણ સામે આવ્યું છે. આ સાથે વધારાનું કનેક્શન અને કોઈ મંજૂરી વગર લીધેલા કનેક્શન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. અંદાજીત પેનલ્ટી 3 હજાર રુપિયા લેવામાં આવે છે.

ભાવનગરમાં 55 ગેરકાયદેસર નળ કનેક્શન પકડ્યા
ભાવનગરમાં 55 ગેરકાયદેસર નળ કનેક્શન પકડ્યા (ETV Bharat Gujarat)

"ભાવનગર મહાનગરપાલિકાના કુલ 1.70 લાખ નળ કનેક્શન ધારકો છે, તેમાં અડધા ઇંચનું કનેક્શન વગર મંજૂરીએ લીધું હોય તેને પેનલ્ટી ભરવાની અને બાદમાં કાયદેસર કરાવી શકે છે, પણ અડધાથી વધારે ઇંચનું કોઈએ કનેક્શન લીધેલું હોય તો તેને કાપવામાં આવે છે, અને તેની પેનલ્ટી ભરવી જ પડે છે." - એફ. એમ શાહ, અધિકારી વોટર વર્કસ વિભાગ, ભાવનગર

4000 જેટલા કનેક્શનનોનું વેરીફિકેશન કરતા 55 જેટલા ગેરકાયદેસર કનેક્શન

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નળ કનેક્શનને પગલે ચાલતી ઝુંબેશમાં દરેક લોકોના ઘરમાં પાણીના ટાંકાની અંદર નળ લાઈન આવતી હોય તે નળની સાઈઝ જોઈને નક્કી થઈ જાય છે કે કનેક્શન કાયદેસર છે, કે ગેરકાયદેસર છે. આ સાથે બિલ તપાસવામાં આવે છે.

55 ગેરકાયદેસર નળ કનેક્શન પકડ્યા
55 ગેરકાયદેસર નળ કનેક્શન પકડ્યા (ETV Bharat Gujarat)

વોટર વર્કસ અધિકારી એફ. એમ શાહે જણાવ્યું હતું કે, અલગ અલગ કિસ્સાને ધ્યાનમાં આવતા અમે મોટી લાઈનને લઈને કનેક્શન લીધું હોય તેને હાલ કાપી દંડ વસૂલવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. જેમાં હાલ 4000 જેટલા કનેક્શનનોનું વેરીફિકેશન કરતા 55 જેટલા ગેરકાયદેસર કનેક્શન ધ્યાનમાં આવેલા છે.

આ પણ વાંચો...

  1. ભાવનગર મહાનગરપાલિકાની 100 ટીમો સાથે કડક વસૂલાત: 504 મિલકતો સીલ, 63 નળ કનેક્શન કપાયા, ₹142 કરોડની આવક
  2. Ahmedabad Corporater: કોર્પોરેટરનો પાણી બચાવાનો અનોખો પ્રયોગ, 7000 જેટલા નળ રીપેર કર્યા