દૂધના ટેન્કરમાંથી ઝડપાયો દારૂ, ભાવનગરના હાઇવે પર SMCએ 16,414 દારૂની બોટલ ઝડપી
ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મોટી સફળતા, દૂધના ટેન્કરમાં રૂ. 78,02,184 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી ઈંગ્સિસ દારૂનો જથ્થો ઝડપીને 5 લોકો વિરુધ નોંધી ફરીયાદ.

Published : March 2, 2026 at 1:30 PM IST
ભાવનગર: જિલ્લામાં સ્થાનિક પોલીસ દારૂ ઝડપી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસની નજર ચૂકી જાય ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સતત નજર રાખીને વિદેશી બનાવટનો ભારતીય ઈંગ્લિસ દારૂના જથ્થા ઝડપી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા તાલુકામાં દૂધના ટેન્કરમાં છુપાવેલો વિદેશી ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાયો છે.
આમ તો, ભાવનગરમાં ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂ ઝડપવામાં આવતો હોય છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ જિલ્લાના મહુવા તાલુકામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરથી એક ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કર ચાલકને ઝડપીને કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરથી ઝડપાયું ટેન્કર
ભાવનગર જિલ્લાના સોમનાથ નેશનલ હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહુવાના તરેડી પાટિયા પાસે HP પેટ્રોલ પંપ આગળ ભાદરોડ ગામના બ્રિજથી બૂટીયા નાળા વચ્ચે આવેલા એક મરઘા ફાર્મની સામે જાહેર રોડ ઉપર દૂધનું ટેન્કર ઉભેલું છે જેમાં ટેન્કરમાં બનાવેલ એક સિકરેટ ખાનામાં વિદેશી બનાવટની ભારતીય ઈંગ્લિસ દારૂની બોટલો ભરેલી છે. આ બાતમીના આધારે જગ્યાએ પહોંચી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરતાં લાખો રૂપિયાનો વિદેશી બનાવટનો ભારતીય દારૂ ઝડપી લીધો હતો.

દૂધના ટેન્કરના સિકરેટ ખાનામાં દારૂ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મરઘા ફાર્મની પાસે જાહેર રોડ ઉપર ઉભેલા ટેન્કર નંબર GJ 02 Z 8232 પાસે આવીને તેના ચાલક હનુમાનરામ માંગીલાલ બીશ્નોઈની પૂછપરછ કરી. દૂધના ટેન્કરમાં બનાવેલા સિકરેટ ખાનાની ચાવી મેળવી તપાસ કરતાં પોલીસને 16,414 વિદેશી બનાવટની ભારતીય ઈંગ્લિસ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 78,02,184 રૂપિયા છે.

પોલીસે દારૂ, મોબાઇલ અને ટેન્કર મળીને કુલ 1,03,13,754 રૂપિયાનો મુદ્દામાલ મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોની સામે નોંધાયો ગુનો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસર મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ટેન્કર ચાલક હનુમાનરામ માંગીલાલ બીશ્નોઈ, ભરત દેવાસી, અજાણ્યો શખ્સ (દારૂ ભરનાર), ટેન્કર માલિક અને દારૂનો જથ્થો લેવા આવનાર તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- કાર છે કે દારૂ સંતાડવાની તિજોરી? અમદાવાદ હાઇવે પર પકડાયેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો, બે લોકોની અટકાયત
- બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
- ભાવનગર: ફરીયાદકામાં દારૂના કટીંગ સમયે પોલીસના દરોડા, 600 બોટલ સાથે શખ્સ ઝડપાયો
- કચ્છમાં SMCએ 4 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, 23 વોન્ટેડ; PI-PSI સસ્પેન્ડ, ડી-સ્ટાફ અને હેડ કોન્સ્ટેબલોની બદલી

