ETV Bharat / state

ભાવનગરમાં ખજૂર ધાણી દાળિયાની માંગ, ધુળેટી માટે બજારમાં મેજીક કલર ગ્લાસ, કલર બોટલ

ધૂળેટીને લઈને કલર, પિચકારી અને મેજીક ગ્લાસ વગેરે નવીનતા સાથે બજારમાં જોવા મળે છે.

ભાવનગરમાં ખજૂર ધાણી દાળિયાની માંગ
ભાવનગરમાં ખજૂર ધાણી દાળિયાની માંગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 5:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : શહેરમાં ધુળેટી પર્વને લઈને બજારમાં તૈયારીઓ લોકો દ્વારા કરવામાં આવે છે. હોળી નિમિતે ધાણી, દાળિયા અને ખજૂરની માંગ વધી છે. ધૂળેટીને લઈને કલર, પિચકારી અને મેજીક ગ્લાસ વગેરે નવીનતા સાથે બજારમાં જોવા મળે છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી અને ધુળેટી પર્વને લઈને બજારમાં ગરમાવો આવી ગયો છે. હોળી પર્વ નિમિત્તે ખજૂર, ધાણી, દાળિયા, પતાસા વગેરેની બજારમાં માંગ વધી ગઈ છે. બીજી તરફ ગ્રહણને પગલે એક દિવસ રહીને ઉજવનાર ધૂળેટી પર્વને પગલે પિચકારીઓની બજારમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, જો કે મોંઘવારીની અસર પણ જોવા મળે છે.

ભાવનગરમાં ખજૂર ધાણી દાળિયાની માંગ (ETV Bharat Gujarat)

હોળી પગલે ખજૂર ધાણી દાળિયાની બજાર

ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખજૂર, ધાણી, દાળિયા અને પતાસા વગેરે વહેંચાઈ રહ્યા છે, ત્યારે શહેરની મુખ્ય ઘોઘા ગેટ બજારમાં પણ લોકોની ભીડ ખરીદીમાં જોવા મળી રહી છે. વેપારી વિરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, "અત્યારે ખજૂરનો ભાવ 120થી લઈને 140 રૂપિયા ચાલી રહ્યો છે. જેમાં સારામાં સારી ખજૂર 140 રૂપિયાની આવે છે. આ સાથે ધાણી અને દાળિયામાં પણ લોકોની માંગ છે અને તેના કિલોના ભાવ 160 રૂપિયા છે. જો કે વચ્ચે એક દિવસના પડતરને કારણે માલ ઓછો આવ્યો હોવાથી લોકોની માંગ છે."

ખજૂર
ખજૂર (ETV Bharat Gujarat)

પિચકારીઓ સાથે નવી વેરાયટીઓ બજારમાં

ભાવનગર શહેરમાં ધુળેટી પર્વને લઈને પિચકારીઓ અને ફુગ્ગાઓને પગલે નવી વેરાઈટીઓ જોવા મળી રહી છે. ભાવનગરના વેપારી ફિરોજભાઈએ જણાવ્યું હતું કે, "આપણે 10 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની પિચકારી રાખીએ છીએ. જેમાં ઓટોમેટિક છે, બેટરી વાળી છે, ચાર્જિંગ વાળી છે. આ સાથે મેજિક ગ્લાસ પણ આ વખતે આવ્યા છે. જેમાં એક વખત પાણી ભરો એટલે જે કલર આવે તે બીજી વખત ખાલી કરીને પાણી ભરવામાં આવે તો બીજો કલર આવે તેમ પાંચ અલગ કલર આવે તેવા મેજિક ગ્લાસ આવ્યા છે. આ સાથે બોટલો પણ આવી છે કે જેમાં 4 કિલોથી લઈને 8 કિલો સુધીની બોટલો છે, જેના ભાવ 800 રૂપિયાથી લઈને 2300 સુધીના છે."

મેજીક કલર ગ્લાસ, કલર બોટલ
મેજીક કલર ગ્લાસ, કલર બોટલ (ETV Bharat Gujarat)

ધુળેટી પર્વને લઈને કલરની માંગ વધારે

ધુળેટી પર્વને લઈને કલરોની માંગ વધારે રહે છે. લાલ, લીલો, પીળો, ગુલાબી, સફેદ વગેરે જેવા કલરો બજારમાં વેચાઈ રહ્યા છે. ત્યારે નાના થી લઈને મોટાઓ ખરીદી કરી રહ્યા છે, ત્યારે કલર વેચનારાઓનું કહેવું છે કે તેઓ 10 થી લઈને 50 રૂપિયા સુધીના વિવિધ પ્રકારના પેકેટમાં કલર વહેંચી રહ્યા છે.

મેજીક કલર ગ્લાસ, કલર બોટલ
મેજીક કલર ગ્લાસ, કલર બોટલ (ETV Bharat Gujarat)

જો કે હાલમાં લોકોની ખરીદી થોડી છે, પરંતુ એક દિવસ વચ્ચે પડતર હોવાથી માંગ નીકળશે. આમ જોઈએ તો ખજૂર ધાણી દાળિયા પિચકારી કલર વગેરેમાં 10 થી 20 ટકાનો વધારો છે. આમ છતાં લોકોની તહેવાર પગલે ખરીદી કરાઈ રહી છે.

આ પણ વાંચો...

  1. અનેક બીમારીનો ઇલાજ છે કેસૂડો, સ્વાસ્થ્ય જ નહીં સુંદરતા માટે પણ વરદાન
  2. ડાકોરમાં હોળી-પૂનમના તહેવારની ધામધૂમથી ઉજવણી, રણછોડરાયજીનું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું