ETV Bharat / state

ભાવનગરમાં કોસ્મેટિક વેપારી સાયબર ક્રાઈમમાં ફસાયો, 17 લાખથી વધુની છેતરપીંડી

ભાવનગરની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી કરવાના આરોપસર એક યુવતી અને જે નંબરનો ઉપયોગ કરનાર સામે ગુન્હો દાખલ થયો છે.

કોસ્મેટિક વેપારી સાયબર ક્રાઈમમાં ફસાયો
કોસ્મેટિક વેપારી સાયબર ક્રાઈમમાં ફસાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 4:22 PM IST

|

Updated : December 15, 2025 at 5:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : શહેરમાં અપરણિત વેપારી યુવાનને ડેટીંગ એપમાં મળેલી યુવતી મળે છે. એ યુવતી છેતરપિંડીનો ભોગ બનનાર યુવકને વિશ્વાસમાં લઈને ગોલ્ડ ટ્રેડિંગમાં વળતા નફાની લાલચ આપે છે. આ બાબતે યુવતીની વાતનો વિશ્વાસ કરીને આ યુવક છેતરપિંડીનો ભોગ બને છે અને અંતે છેતરાયાની ખાતરી થતાં , સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદને પગલે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના એક અપરણિત વેપારી યુવાનને ઓનલાઈન ડેટીંગ એપમાં એક યુવતીનો સંપર્ક થાય છે. વાતવાતમાં આ યુવતી ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ફાયદાની વાત કરીને યુવકનો વિશ્વાસ જીતે છે. યુવક પણ યુવતીની વાતમાં આવીને લાખો રૂપિયાનું રોકાણ કરી દે છે. અંતે યુવકને છેતરાયાની ખબર પડે છે. આ યુવક વેપારીના પૈસા ગૂમ થતાં ભાવનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેની સાથે જે તે નંબરનો નંબરનો ઉપયોગ કરનાર શખ્સ સહિતની વિગતો સાથે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ નોંધવામાં આવ્યો છે.

કોસ્મેટિક વેપારી ફસાયો સાયબર ક્રાઈમમાં

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિલેશ હંસરાજ પોશીયાએ ફરિયાદ નોંધાવી હતી, કે તે બોરતળાવ વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહે છે. શહેરમાં ગોલ્ડન શેરી શોપ નંબર સાત ગ્રાઉન્ડ ફ્લોર, નાણાવટી ચેમ્બર ખાતે તેમની કોસ્મેટિક પ્રોડક્શનની દુકાન છે, જેના અકાઉન્ટ એસબીઆઇ અને એયું સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં આવેલા છે.

ડેટિંગ એપમાં મળી યુવતી, વોટ્સએપ દ્વારા વાતચીત

પોલીસ ફરિયાદ અનુસાર નિલેશભાઈ અપરિણીત છે. તેઓ 4 મહિના પહેલા એક ડેટીંગ એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે. તારીખ 7/10/2025ના રોજ તેમણે એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો, તેનું યુઝરનેમ તેમની જાણમાં નથી. ત્યારબાદ, એક યુવતી સાથે વાતચીત કરતા તેમનો પોતાનો વોટ્સએપ નંબર તેઓએ આપ્યો હતો. આ જ સિલસીલામાં દિવાળીના તહેવારમાં તેઓને મેસેજ મળ્યો હતો જેમાં એ યુવતીએ પોતાનું નામ સોના મુખર્જી હોવાનું જણાવ્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.

યુવતીએ પૂછ્યું શું કરો અને બાદમાં ટ્રેડિંગમાં રોકાણ

પોલીસ ફરિયાદ અનુસાર, દિવાળીના તહેવારોમાં નિલેશભાઈ યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી, ત્યારે યુવતી તેમના વ્યવસાયની વિગતો તેમને પૂછી હતી. નિલેશભાઈએ પોતાના વ્યવસાય અંગે માહિતી આપતા પોતાના વ્યવસાયની વિગતો આપી હતી. dડેટિંગ એપ વાળી યુવતીએ તેમણે પોતાના સ્ટોક માર્કેટના રોકાણો અંગે જણાવ્યું હતું અને સારા ફાયદાની વાત કરીને નિલેશભાઈને પણ રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. આ યુવતી ગોલ્ડ ટ્રેડિંગમાં 30 ટકા નફો મળતો હોવાનું જણાવીને નિલેશભાઈને ઈંટાઈરી ઇન્ટરનેશનલ યુએસ સીસી લિંક મોકલી હતી. જેમાં કસ્ટમર કેરમાં બેંક એકાઉન્ટની વિગતો નાખવા જણાવ્યું હતું.

પ્રથમ નફાની લાલચ બાદ મોટું રોકાણ કરી છેતરપિંડી

ફરીયાદ પ્રમાણે નિલેશભાઈએ વિશ્વાસ કરીને પ્રથમ રૂપિયા 40,000 રોક્યા હતા. જેમાં લિંકમાં 6,000નો નફો પણ દેખાતો હતો. નિલેશભાઈએ આગળ રૂપિયા 17,00,047 જેવી કિંમતનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ, તેમને પૈસા ઉપાડવા કહ્યું ત્યારે નફા સહિતની રકમ ઉપર 10 ટકા કરન્સી કન્વર્ઝન ફી પણ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને શંકા ગઈ હતી. આ સ્થિતિમાં તેમણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો...

  1. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ વિરુદ્ધ FIR, 228 કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ
  2. નવસારી: નેવીમાં નોકરીના બહાને 21 યુવકો સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી, આરોપી ઝડપાયો
Last Updated : December 15, 2025 at 5:13 PM IST