ભાવનગરમાં 5 વર્ષમાં કેરીની આવક ઘટી!, ઠંડીમાં આંબાના મોર પર "મધ્યો" ચડી આવતા ઉત્પાદનમાં અસરો
મધ્યાનું આક્રમણને પગલે કેરીના ઉત્પાદન ઉપર સીધી અસર થવાની સંભાવનાઓ વધી ગઈ છે. જાન્યુઆરીમાં ઠંડી નહિ પડે તો આંબે કેરીની અછત જોવા મળી શકે છે.

Published : January 2, 2026 at 1:27 PM IST
ભાવનગર : ઠંડીના હજૂ દિવસો બાકી છે, આંબે મોર આવવાની શરૂઆત તો થઈ છે, પણ ઠંડીના કારણે જોઈએ તેવા આંબે મોર એટલે કે ફ્લાવરીંગ થયું નથી. બીજી તરફ મધ્યાનું આક્રમણને પગલે કેરીના ઉત્પાદન ઉપર સીધી અસર થવાની સંભાવનાઓ વધી ગઈ છે. જાન્યુઆરીમાં ઠંડી નહિ પડે તો આંબે કેરીની અછત જોવા મળી શકે છે.
ભાવનગર જિલ્લામાં વર્ષોથી આંબાનું વાવેતર થાય છે, કેરીનો પાક પણ લેવામાં આવે છે, પણ છેલ્લા પાંચ વર્ષમાં આંબામાં કેરીની ઘટેલી આવક અને આવેલા રોગને પગલે આવકમાં ઘટાડો જરૂર થયો છે. જો કે એક રોગ વાદળછાયું વાતાવરણ કે મોર આવવાની પ્રક્રિયા સમયે આવતો હોવાથી કેરીને ઉત્પાદન ઉપર સીધી અસર કરી રહ્યા છે.
મધ્યો અને ઇયળનો ઉપદ્રવ સાથે ફ્લાવરિંગ ઓછું
ભાવનગર જિલ્લામાં સોસીયો અને જેસર બેલ્ટ કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે, ત્યારે ભાખલ ગામના ખેડૂત જયપાલસિંહ ગોહિલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે, પરંતુ ઇયળો મોર કોરી ખાય છે. મધ્યો આવવાને કારણે મોર ખૂબ ઓછા આવી રહ્યા છે. આ સાથે ઠંડી પણ ખૂબ ઓછી પડી છે. જેને પગલે મોર ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ખૂબ ઓછા આંબામાં મોર જોવા મળી રહ્યા છે, એટલે કે ફ્લાવરિંગ ખૂબ ઓછું થયું છે."

પાંચ વર્ષમાં આંબામાં આવક ઘટી
ખેડૂત જયપાલસિંહ ગોહિલે ટેલીફોનિક વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, મારે 1200 જેટલા આંબા છે. છેલ્લા પાંચ વર્ષની તમને વાત કરું તો પાંચ વર્ષ પહેલા મારે ત્રણથી ચાર હજાર મણ કેરીની આવક હતી, પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી વાતાવરણની પ્રક્રિયાને કારણે આજે 600 થી 700 મણ આવક થઈ રહી છે. એક સમયે અમે 21 લાખમાં આખો ઇજારો આપતા હતા. આજે ત્રણ થી ચાર લાખમાં આપીએ છીએ.

બીજું કે મથાવડા થી હાથબ દરીયાઇ બેલ્ટ ઉપર સળંગ આંબાવાડીઓ થઈ ગઈ છે. જેને કારણે એક ખેડૂતને રોગ આવે એટલે એક સાથે બધા ખેડૂતોને આંબામાં રોગ આવે છે. દવાને એ છટકાવ કરીએ, પરંતુ એક સાથે ખેડૂતોએ બધાએ દવા છંટકાવ કરવી પડે તો જ મધ્યા રોગ ઉપર કાબુ મેળવી શકાય.

કેટલા આંબાનું વાવેતર જિલ્લામાં સ્થિતિ
બાગાયત અધિકારી એમ. બી. વાઘમશીએ જણાવ્યું હતું કે, હાલમાં મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણો વિસ્તાર છે, એમાં સોસીયો બેલ્ટ અને જેસર બેલ્ટમાં આંબામાં મોર આવવાની શરૂઆત થઈ છે. પરંતુ વાદળછાયું વાતાવરણ છે અને 3000 હેક્ટરનો આપણા જિલ્લામાં અંદાજે વાવેતર થયેલું છે વાદળછાયું વાતાવરણ છે તેને પગલે ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાથી રોગને દૂર રાખી શકાય છે.

મધ્યાના કારણે શું થાય અસર કેરીમાં
બાગાયત અધિકારી એમ. બી. વાઘમશીએ જણાવ્યું હતું કે, "મધ્યાથી કેરીની સાઈઝ, કેરીનો કલર અને કેરીની ગુણવત્તામાં ખૂબ અસર થાય છે. આ છે તેનાથી નુકસાન મોટા પાયે થાય છે, તેને કંટ્રોલ કરવો પણ ખૂબ જરૂરી છે. હાલના વાદળ છાયા વાતાવરણમાં મધ્યો વધવાની શક્યતા હોય છે, ત્યારે તેને કંટ્રોલ કરવા માટે દવા અને ટેપ છે, તે મૂકવામાં આવે તો કંટ્રોલ કરી શકાય છે. જેથી પણ ફળમાખીનો પણ કંટ્રોલ થઈ શકે છે."
આ પણ વાંચો...
અમરેલીમાં કેસર કેરીના આંબા માટે સારૂં વાતાવરણ, ઠંડીના કારણે આંબા પર ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશી
અહો આશ્ચર્યમ ! એક આંબા પર 12 જાતની કેરી, જાણો આંબાના દુનિયાની અજાયબી વિશે...

