ભાવનગરના વિદ્યાર્થીઓએ કન્ટ્રક્શન કામમાં ચોક્કસ માપ આપતું 'લેઝર સેટર' બનાવ્યું, કેવી રીતે કામ કરે છે આ સાધન?
ભાવનગરના સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સસ્તું લેઝર લેવલ સેટર બનાવવામાં આવ્યું છે.

Published : December 27, 2025 at 6:59 PM IST
ભાવનગર : જિલ્લાના સર ભાવસિંહજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કન્ટ્રક્શન ક્ષેત્રે ચોક્કસ માપ આપતું સાધન બનાવ્યું છે. હજાર રૂપિયાની અંદર તૈયાર કરાયેલી મીની લેઝર સેટર ચોક્કસ માપ આપે છે. કઈ રીતે બનાવ્યું અને શું હોય છે, લેઝર સેટરમાં જાણો વિગતે...
બિલ્ડીંગ ક્ષેત્રમાં કન્ટ્રક્શન પગલે લેવલનું મહત્વ ખૂબ હોય છે, ત્યારે ભાવનગરના સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સસ્તું લેઝર લેવલ સેટર બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાની સુઝબુઝનો ઉપયોગ કરીને લેઝર સેટર મશીન બનાવ્યું છે. જો કે તેનો ઉપયોગ બિલ્ડીંગ બનાવવાના ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી બની જાય છે, આમ જોઈએ તો મેજર ટેપ અને કડીયા દ્વારા ઓળમ્ભાનો ઉપયોગ થતો હોય છે, તેની સામે આ લેઝર સેટર ફાયદાકારક બની શકે છે.
બિલ્ડીંગ ક્ષેત્રે માપ હોય છે મહત્વનું
ભાવનગર શહેરની સર ભાવસિંહજી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ મીની લેઝર લેવલ સેટર બનાવ્યું છે, ત્યારે વિદ્યાર્થી ક્રિશ્ના ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આમાં આપણે કોઈ બેઝ સેટ કરવો હોય લાઈન બેઝમેન્ટ લાઈન સેટ કરવા માટે છે. અમારે આ બનાવતા દોઢ મહિના જેવો સમય થયો હતો. અમે એવી રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે કે તેને ઓછામાં ઓછી કોસ્ટમાં પ્રોજેકટ અમે તૈયાર કર્યો છે.

ટાઈપોડ ઉપર મૂક્યું લેઝર
પ્રોજેક્ટ બનાવનાર ક્રિષ્ના ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તે બનાવવામાં અમારે સૌથી વધારે કોસ્ટ ટ્રાઈપોડની આવેલી છે, તેને કન્ટ્રક્શન ક્ષેત્ર જોવા જઈએ તો આપણે વુડન છે, તે ટાઇપોડ ઉપર સેટ કરેલું છે. તેમાં લેઝર સેટ કરેલું છે, તેમાં મોટર દ્વારા પેચ કર્યું છે, અને લાઈટ છે. તેના લેઝર દ્વારા હોરીઝન્ટલ અને વર્ટિકલ મળશે, જેથી સેટ ફોર્મ થશે રેગ્યુલર માપ લઈ શકીએ છીએ.

ખર્ચ કેટલો આવ્યો અને કઈ રીતે કામ આપે
ક્રિષ્ના ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, રેગ્યુલર માપ લેવા માટે પ્રોટેક્ટર લેવું પડે છે, તે ઇન્સ્ટોલમેન્ટ કરી દીધેલું છે. ઇઝી મોટર વાપરી છે. પહેલા મોટર લીધી તે વાઈબ્રેટ થતી હોવાથી અમે મોટર બદલી હતી. બેટરી પણ પાવર સપ્લાય માટે રાખી છે. આપણે જે પ્રમાણે લાઈટ સેટ કરી શકીએ છીએ, અને મિરર તો છે જ. ઝડપી એક્યુરેટ માપ આપશે. આ પ્રોજેક્ટ અમે 800 થી 1000માં તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો...

