ભાવનગરમાં યોજાયો સૌરાષ્ટ્રમાં પહેલો હેલ્થ એક્સપો, જીતુ વાઘાણીએ સ્ટેજ પરથી ભેળસેળીયાઓને શું ચીમકી આપી?
એક્સપોમાં હોસ્પિટલોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે જીતુભાઈએ ઓનલાઇન દવાને પગલે ખુલ્લી ચીમકી સ્ટેજ ઉપરથી આપી હતી.

Published : January 3, 2026 at 5:39 PM IST
ભાવનગર : ગુજરાતમાં સ્વાસ્થ્યને લઈને કેવી દવાઓ બની રહી છે. કઈ કંપનીઓ, હોસ્પિટલ સેવા આપી રહી છે. આ સમગ્ર માહિતી માટે સૌરાષ્ટ્રના પહેલા હેલ્થ એક્સપો 2026નું આયોજન ભાવનગર શહેરમાં બે દિવસ માટે કરાયું છે. આ સાથે કૃષિમંત્રીએ ઓનલાઇન દવામાં ગોબાચારી મામલે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
ભાવનગર શહેરમાં જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ હેલ્થ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, નિમુબેન બાંભણીયા અને રાજ્યના કેમિસ્ટ ડ્રગીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા એક્સપોમાં હોસ્પિટલોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે જીતુભાઈએ ઓનલાઇન દવાને પગલે ખુલ્લી ચીમકી સ્ટેજ ઉપરથી આપી હતી.
એક્સપોનું આયોજનમાં મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં
ભાવનગરના જવાહર મેદાનમાં કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા સૌરાષ્ટ્રના પ્રથમ એક્સપોને બે દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય નિમુબેન બાંભણીયા અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી અમોભાઈ શાહ ચર્ચામાં રહ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા વીડિયો મેસેજ આપીને આરોગ્યને પગલે પોતાનો મત રજૂ કર્યો હતો.

જીતુભાઇ વાઘાણીની સ્ટેજ પરથી ભેળસેળીયાને ચીમકી
ભાવનગરના હેલ્થ એક્સપોમાં જીતુભાઇ વાઘાણી દ્વારા સ્ટેજ ઉપરથી એક્સપોને વખાણ કર્યા હતા. આ સાથે એક ચીમકી જે ઓનલાઇન દવાના વેચાણને પગલે આપવામાં આવી છે. સ્ટેજ ઉપરથી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્રતિબંધિત દવાનું વેચાણ થતું હોય અને કદાચ તેનું લેબલ અલગ હોય અને અંદર કન્ટેન્ટ અલગ હોય તો અમારું ધ્યાન દોરજો 24 કલાક નહીં થવા દઈએ.

110 જેટલા સ્ટોલ અને હોસ્પિટલની માહિતી
જવાહર મેદાનમાં યોજવામાં આવેલા એક્સપોને લઈને ભાવનગરના ગૌરવભાઈ શેઠે જણાવ્યું હતું કે, આ એક્સપોનું આયોજન કેમિસ્ટ એસોસિએશનને 50 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યું છે. જો કે આ એક્સ્પોની અંદર આશરે 110 જેટલા સ્ટોલ છે. જેમાં વિવિધ પ્રકારની દવાઓ વગેરે બાબતોની માહિતી અપાઈ છે.


જો કે ખાસ કરીને યંગસ્ટરો દ્વારા આ એક્સપોની મુલાકાત અચૂક લેવી જોઈએ. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થયેલા એક્સપોને લઈને વખાણ કર્યા હતા. ભાવનગરવાસીઓ બે દિવસ ચાલનારા એક્સપોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો...

