ETV Bharat / state

ભાવનગરમાં ધૂળેટી પર્વની ઉજવણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન રંગોથી રંગાયા

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોતાના સહયોગીઓ સાથે રંગાયા હતા.

કેન્દ્રીય મંત્રી નિમુબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન રંગોથી રંગાયા
કેન્દ્રીય મંત્રી નિમુબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન રંગોથી રંગાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 4, 2026 at 4:34 PM IST

1 Min Read
Choose ETV Bharat

ભાવનગર : ધૂળેટી પર્વની ઉજવણી નાના બાળકો, યુવાનો અને રાજકીય લોકો કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ પણ સહયોગીઓ સાથે ઉજવણી કરી હતી. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોતાના સહયોગીઓ સાથે રંગાયા હતા. સર્કલમાં રંગો સાથે જનમેદની ઉમટી હતી.

ભાવનગર શહેરમાં ધૂળેટી પર્વની ઉજવણી શેરી ગલીઓમાં સવારથી શરૂ થઇ ગઈ હતી. રંગોના પર્વમાં નાના બાળકોએ ધૂળેટી પર્વની શરૂઆત શહેરમાં કરતા નજરે પડ્યા હતા. ભાવનગર શહેરમાં દરેક ખૂણે નાના ભુલકાઓથી માંડીને યુવાનોએ પણ આ પર્વના રંગે રંગાયા હતા.

ભાવનગરમાં ધૂળેટી પર્વની ઉજવણી (ETV Bharat Gujarat)

નાની શેરી અને ગલીઓમાં રંગેચંગે ઉજવણી

ભાવનગર શહેરમાં ધૂળેટી પર્વની શરૂઆત વહેલી સવારથી બાળકો દ્વારા નાની શેરી અને ગલીઓથી થઈ. બાળકો અને પાડોશીઓ તેમજ એકબીજાના મિત્રો એકબીજાને વિવિધ રંગોથી રંગીને ધૂળેટી પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. બાળકોએ ફુગ્ગા, પિચકારી અને કલરોથી એકબીજાને રંગીને ધૂળેટીની શરૂઆત કરી હોય તેવું જોવા મળ્યું હતું. જો કે દિવસ જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ રંગોથી રમનારાઓને સંખ્યામાં વધારો થતો ગયો.

ભાવનગર સર્કલ પર ઉમટી જનમેદની

ભાવનગર શહેરમાં વર્ષોથી રૂપાણી સર્કલ અને આતાભાઇ ચોકમાં મોટી સંખ્યામાં મિત્ર વર્તુળો, પરિવારો એકબીજા એકઠા થઈને એકબીજાને રંગીને ધૂળેટી પર્વની શરૂઆત કરી હતી. આ વર્ષે પણ રંગોત્સવની ઉજવણી સર્કલમાં જોવા મળી હતી. ભાવનગરના રૂપાણી સર્કલમાં જનમેદની ઉમટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હવામાં ઊડતા કલરો અને એકબીજાને રંગતા મિત્રો ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરતા નજરે પડતા હતા.

ધૂળેટી પર્વની ઉજવણી
ધૂળેટી પર્વની ઉજવણી (ETV Bharat Gujarat)

કેન્દ્રીય મંત્રી નિમુબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ રંગે રંગાયા

ભાવનગર શહેરના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પણ પોતાના સોસાયટીમાં રહેતા રહેવાસીઓ અને અન્ય મિત્રો વર્તુળ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ કલરોથી પોતાના સહયોગીઓ અને પાડોશીઓને રંગીને ઉત્સાહપૂર્વક આજના પર્વને વધાવ્યો હતો. જ્યારે બીજી તરફ જશોનાથ સર્કલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહાનગરપાલિકાના રાજુભાઈ રાબડીયા અને તેમના નગરસેવકો, સહયોગીઓ અને મિત્રોએ એકબીજાને કલરોથી રંગીને આજના પર્વની શાનદાર ઉજવણી કરી હતી.

આ પણ વાંચો...

  1. જુનાગઢ: ધંધુસર ગામે 1 સદીથી ધૂળેટી પર્વ પર નીકળે છે "રા'ની અદ્ભુત સવારી"
  2. ધૂળેટી પર્વે કેશોદમાં ધુણેશ્વર દાદાને ભક્તો કરે છે 'ધૂળનો અભિષેક', શું છે લોકમાન્યતા જાણો