ETV Bharat / state

ભાવનગરના ભૂમિપુત્રની કમાલ, બ્રોકલી અને જાંબલી કોબીનું કર્યુ સફળ વાવેતર

ભાવનગર જિલ્લાના અંધારીયાવાડના શાંતિભાઈ વેગડ નામના ખેડૂતે સિડલેસ લીંબુ, બ્રોકલી અને જાંબલી કોબીનું વાવેતર કરીને અન્ય ખેડૂતોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે.

અંધારીયાવાડના ખેડૂત શાંતિભાઈ વેગડ
અંધારીયાવાડના ખેડૂત શાંતિભાઈ વેગડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 4:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગર જિલ્લામાં ખેતી પાકો સાથે શાકભાજીમાં ઓન નવીનીકરણ આવી રહ્યું છે. અંધારીયાવાડના શાંતિભાઈ વેગડે સિડલેસ લીંબુ, બ્રોકલી અને જાંબલી કોબીનું વાવેતર કર્યું છે. આ પાકમાં જીવાત અને રોગની નહિવત શક્યતાઓ રહે છે.

ખેડૂતો શાકભાજીમાં દેશી ચીજોનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે જિલ્લાના અંધારીયાવાડના ખેડૂતે નવીન ઓરાયોગ કરીને વિદેશી જાંબલી કોબી અને બ્રોકલીનું વાવેતર કર્યું છે. બ્રોકલી અને જાંબલી કોબી સ્વાસ્થ્ય માટે શાકભાજીમાંથી મળતા વિટામીનથી ભરપૂર છે.

ભાવનગરના ખેડૂતે બ્રોકલી અને જાંબલી કોબીનું કર્યુ સફળ વાવેતર (Etv Bharat Gujarat)

ખેડૂતે ખેતીમાં કરી નવી પહેલ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અંધારીયાવાડ ગામે રહેતા શાંતિભાઈ વેગડ વર્ષોથી વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોને પગલે ખેતી કરતા આવ્યા છે. ત્યારે હાલમાં શાકભાજીમાં જાંબલી કલરની કોબીનું વાવેતર કર્યું છે. શાંતિભાઈ વેગડે જણાવ્યું હતું કે, જાંબલી કોબીમાં ભાવ તો સારામાં સારા મળે છે. આ સાથે બ્રોકલીમાં પણ અમે 40 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી વહેંચીએ છીએ. જો કે બ્રોકલી અને જાંબલી કોબીમાં રોગ કે જીવાત આવતા નથી. જેને પગલે ખૂબ સારો એવો ઉતારો આવે છે, આમ ઉત્પાદન વધુ હોવાથી આર્થિક ફાયદો પણ થાય છે.

શાંતિભાઈ વેગડે સિડલેસ લીંબુ, બ્રોકલી અને જાંબલી કોબીનું સફળ વાવેતર કર્યુ
શાંતિભાઈ વેગડે સિડલેસ લીંબુ, બ્રોકલી અને જાંબલી કોબીનું સફળ વાવેતર કર્યુ (Etv Bharat Gujarat)

ખેડૂતો વિવિધ ટેકનોલોજી અને શાકભાજીમાં પણ અલગ-અલગ વાવેતર કરતા થયાં

ભાવનગર જિલ્લામાં ખેડૂતો વિવિધ પાકો મેળવતા હોય છે. ઘણા ખેડૂતો નવીન ખેતી તરફ પણ વળ્યાં છે. ત્યારે શાંતિભાઈ વેગડે પણ પોતાના ખેતરમાં સીડલેસ લીંબુ, બ્રોકલી, જાંબલી કોબી, નેપિયર ગ્રાસ વગેરેની ખેતી કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના બાગાયત વિભાગના અધિકારી એમ.બી.વાઘમસીએ જણાવ્યું હતું કે, હાલમાં જોઈએ તો ખેડૂતો વિવિધ ટેકનોલોજી અને શાકભાજીમાં પણ અલગ-અલગ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં બ્રોકલી,ખીરા કાકડી વગેરેનો સમાવેશ થાય છે. જો કે મરૂન કોબીનું પણ વાવેતર થવા લાગ્યું છે.

વર્ષોથી વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની કરતા આવ્યા છે ખેતી
વર્ષોથી વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની કરતા આવ્યા છે ખેતી (Etv Bharat Gujarat)

જાંબલી કોબી અને બ્રોકલી પોષણયુક્ત

ખાસ કરીને ગુજરાતમાં લીલા કલરની કોબી અને સફેદ કલરનું ફ્લાવર જોવા મળતું હોય છે.પરંતુ હવે વિટામિનને પગલે અને સ્વાસ્થ્ય માટે સારું હોવાથી વિદેશી બ્રોકલી અને જાંબલી કોબીનું વાવેતર થઈ રહ્યું છે. ત્યારે બાગાયત અધિકારી એમ.બી.વાઘમસીએ જણાવ્યું હતું કે, મરુન કોબીમાં ખાસ કરીને પ્રોટીન વધારે હોય છે, અને આયર્ન વધુ માત્રામાં હોય છે તેના કારણે લોહી શુદ્ધિ થતી હોય છે. આથી જે હેલ્થ કોન્સીયસ લોકો હોય છે તેના માટે જાંબલી કોબી અને બ્રોકલી ખૂબ ફાયદાકારક છે.

  1. ભાવનગરના આ ખેડૂતે કર્યુ વિદેશી ઘાસનું વાવેતર, જાણો શું છે આ ઘાસની વિશેષતા અને ફાયદા
  2. ભાવનગરના ખેડૂતની કમાલ: સિડલેસ લીંબુની ખેતીથી બારેમાસ થઇ રહી છે કમાણી