ETV Bharat / state

ભાવનગરના આ ખેડૂતે કર્યુ વિદેશી ઘાસનું વાવેતર, જાણો શું છે આ ઘાસની વિશેષતા અને ફાયદા

ભાવનગર જિલ્લાના અંધારીયાવાડમાં રહેતા ખેડૂત શાંતિભાઈ વેગડે પોતાના ખેતરમાં વિદેશી ઘાસનું વાવેતર કર્યું છે. જાણો તેની ખાસીયત વિશે.

ભાવનગરના ખેડૂતે કર્યુ વિદેશી ઘાસનું વાવેતર
ભાવનગરના ખેડૂતે કર્યુ વિદેશી ઘાસનું વાવેતર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 23, 2026 at 5:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે ધાન્ય તેમજ પોતાની ખેતીની સાથે રાખેલા પશુઓના પણ સ્વાસ્થ્યને પગલે હંમેશા અગ્રેસર રહેતો હોય છે. રાત દિવસ કાળી મજૂરી કરતા ખેડૂતો પશુઓના ખોરાક ઉપર પણ ભાર મુકતા હોય છે.

ભાવનગર જિલ્લાના અંધારીયાવાડના શાંતિભાઈ વેગડે સ્થાનિક ઘાસચારાથી અલગ વિદેશી ઘાસચારાનું વાવેતર કરીને પશુઓના સ્વાસ્થ્યને પગલે સતર્કતા દાખવી છે. જો કે આ ઘાસચારાથી પશુઓનો સ્વાસ્થ્યમાં અને દૂધ મેળવવામાં ફાયદાકારક છે.

ભાવનગરના અંધારીયાવાડના ખેડૂતે કર્યુ વિદેશી ઘાસનું વાવેતર (Etv Bharat Gujarat)

ઘાસચારાની પહેલ કરતા શાંતિભાઈ

ગુજરાતમાં આમ તો પશુઓના ઘાસચારાને લઈને ખાસ ચાર પ્રકારના ઘાસચારાઓ સામે આવતા હોય છે. જેમાં બાજરી, જુવાર, રજકો અને મકાઈ જેવો ઘાસચારો પશુઓને આપવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના અંધારીયાવાડમાં રહેતા ખેડૂત શાંતિભાઈ વેગડે પોતાના ખેતરમાં વિદેશી ઘાસ વાવેતર કર્યું છે. શાંતિભાઈ વેગડે જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષથી આ ઘાસચારો કરીએ છીએ અને પશુપાલન માટે ઘાસચારો અમે કરતા હોઈએ છીએ. શેરડી, જુવાર, બાજરીની જગ્યાએ નેપીયા ઘાસનું બમ્પર પ્રોડક્શન આવે છે. પશુ દૂધ પણ સારું આપે છે ફાયદો એ છે કે આને પાંચ વર્ષ સુધી તમે લાભ લઈ શકો છો.

નેપિયર ઘાસચારો પશુઓ માટે ઉત્તમ
નેપિયર ઘાસચારો પશુઓ માટે ઉત્તમ (Etv Bharat Gujarat)

અધિકારીના મતે પશુઓ માટે ફાયદાકારક

ભાવનગર જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી એમ.બી.વાઘમસીએ નેપીયા ઘાસને લઈને ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, ખાસ કરીને પશુપાલન માટે મકાઈ, બાજરી, જુવાર વગેરેના પાકનો ઘાસચારો ખેડૂતો કરતા હોય છે, પણ નેપીયા ઘાસ ઘણા ખેડૂતો કરતા થયા છે. દુધાળા પશુઓ થતા જાય છે અને ઘાસ મીઠું હોવાથી પશુઓને ખૂબ ફાયદાકારક પણ છે, તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે. આશરે 8 થી 10 ફૂટ જેટલી ઊંચાઈ સુધી આ ઘાસ થાય છે, જેનો ફાયદો પણ ખેડૂતોને અને પશુઓ માટે ઘણો છે.

નેપિયર ઘાસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર
નેપિયર ઘાસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર (Etv Bharat Gujarat)

નેપીયા ઘાસને લઈને ખેડૂતોને ફાયદો

ભાવનગર જિલ્લામાં કેટલાક ખેડૂતોને આ ઘાસ પોતાના ખેતરમાં કરી રહ્યા છે. આ ઘાસની ખેતી તેઓ માત્ર પોતાના માટે કરે છે. આ ઘાસચારો 8 થી 10 ફૂટ ઊંચાઈ સુધી પહોંચે છે, જેમાં મોટી માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોવાથી પશુઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે. ઘાસનો સૌથી મોટો ફાયદો કે તેના પાંચ વર્ષ સુધી તેનો લાભ લઈ શકાય છે. નેપીયર ગ્રાસ તેને હાથીયાઘાસ પણ કહેવામાં આવે છે. જો કે આ ઘાસ મોટાભાગે યુગાન્ડામાં થતું હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે અન્ય ઘાસચારાની સામે પશુપાલકો માટે ફાયદાકારક છે.

  1. ભાવનગરના ખેડૂતની કમાલ: સિડલેસ લીંબુની ખેતીથી બારેમાસ થઇ રહી છે કમાણી
  2. અમેરિકન મકાઈનો રોકડીયો પાક: ભાવનગરમાં વાવેતર વધ્યું, વીઘા દીઠ ખેડૂતોને કેટલી કમાણી થઈ રહી છે?