ભાવનગર: બગદાણાના સરપંચના સબંધીને 8 શખ્સોએ માર મારવાનો કેસ, જુઓ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું
દારૂ અને ખાણખનીજના વ્યવસાયમાં બાતમીને પગલે હુમલો થયાનું ખુલ્યું છે. જો કે વીડિયો પરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી છે.

Published : December 31, 2025 at 9:12 PM IST
|Updated : December 31, 2025 at 9:31 PM IST
ભાવનગર: બગદાણા પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરુદ્ધ માર મારવાની નોંધાયેલી રાયોટીંગ કલમ સહિતની ફરીયાદમાં શખ્સોને નામ સામે આવ્યા છે. દારૂ અને ખાણખનીજના વ્યવસાયમાં બાતમીને પગલે હુમલો થયાનું ખુલ્યું છે. જો કે વીડિયો પરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી છે.
ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં કેટલાક શખ્સો વિરુદ્ધ માર મારવાને પગલે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે આઠ જેટલા શખ્સોની સામે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના દીકરાનું નામ પણ ઉછળ્યું હતું. જો કે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને ક્લિન ચિટ આપી દીધી છે.
બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ:
મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ હેઠળ 112/2, 118/1, 115/2 અને રાયોટીંગ સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી નવનીતભાઈ ડાયાભાઈ બાલધીયા જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવે છે કે તેઓ ગત રાત્રે વરના ગાડીનો પીછો કરતા હોય ત્યારે 8 શખ્સોએ ગાડીમાંથી ઉતરીને તેમને માર મારી ઈજા પહોંચાડી છે. ત્યારબાદ નવનીત ભાઈ દ્વારા એક વીડિયો ઉતારવામાં આવે છે.
વીડિયોથી સામે આવ્યું હુમલો કરનારનું નામ
મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, નવનીતભાઈ દ્વારા આપવામાં આવેલા વીડિયોમાં એક નામ નાજાભાઇ ઢીંગુભાઈ કામળિયા જેનું વીડિયોમાં નામ આવતા પોલીસ દ્વારા તેમને પકડવામાં આવે છે અને નાજુભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તેના કેસોની એલસીબી સહિતની પોલીસને નવનીતભાઈ બાતમી આપતા હોવાની તેમને શંકા હતી. આ સાથે નાજુભાઈના સહયોગીઓને માટીનું ખાણ-ખનીજનો વ્યવસાય હોય તેની બાતમી ખાણ-ખનીજ વિભાગને નવનીતભાઈ આપતા હોય તેની શંકાએ દાજ રાખીને હુમલો કરાયો હતો.
માયાભાઈ દીકરાને પોલીસની ક્લીનચીટ
ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, નાજુભાઈ મુખ્ય આરોપી છે તેના સહયોગી આરોપી રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઇ ઓઘડભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર, સતિષભાઈ વિજયભાઈ વનાણીયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ સાયડા છે. અમારી તપાસમાં અન્ય કોઈ આ ઘટનામાં સંકળાયેલું હોય તેવું સામે આવ્યું નથી.
આ પણ વાંચો:

