બનાસકાંઠા એસટી વિભાગને રક્ષાબંધન તહેવાર ફળ્યો; એક્સ્ટ્રા ટ્રિપોથી કરી 38 લાખની આવક!
બનાસકાંઠા એસટી વિભાગે રક્ષાબંધન તહેવારમાં ચાર દિવસમાં 589 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી 38 લાખની વધારાની આવક કરી છે.

Published : September 1, 2026 at 7:29 AM IST
બનાસકાંઠા: તહેવારો નિમિત્તે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવીને મુસાફરોને સવલતતા આપવા સાથે સારી એવી આવક પણ એસટી વિભાગ તંત્ર કરતું હોય છે. ત્યારે આ વખતે રક્ષાબંધનનો પર્વ પણ બનાસકાંઠા એસટી વિભાગને ફળદાઈ રહ્યો છે. બનાસકાંઠા એસટી વિભાગે ચાર દિવસમાં એક્સ્ટ્રા ટીપો દોડાવીને લાખોમાં આવક મેળવી છે.
બનાસકાંઠા એસટી વિભાગે આ વખતના રક્ષાબંધનના તહેવાર પર તાલુકા વાઈઝ વિવિધ ડેપો દ્વારા અલગ અલગ રૂટો નક્કી કરીને એક્સ્ટ્રા બસો દોડાવી તેનુ સંચાલન કર્યું હતું. એસટી વિભાગે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ચાર દિવસ 589 એક્સ્ટ્રા રિપોર્ટ દોડાવી હતી, જેમાં એસટી વિભાગને 38 લાખ રૂપિયાની વધારાની આવક થઈ છે. આમાં સૌથી વધુ ડીસા ડેપોએ દસ લાખથી વધુની આવક કરી છે જ્યારે પાલનપુર ડેપોએ સાત લાખની વધારાની આવક કરી હતી.
એસટી તંત્ર દ્વારા રક્ષાબંધન પર્વ ઉપર કરવામાં આવેલી અલગથી વ્યવસ્થાઓનો લાભ પણ 38,000 જેટલા મુસાફરોએ લીધો હતો. આ મુસાફરોને એસ.ટી વિભાગ દ્વારા સમયસર આવન જાવન માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને આ વ્યવસ્થાને લઈને મુસાફરોને તો ફાયદો થયો જ છે પરંતુ એસટી વિભાગને પણ લાખોમાં આવક થઈ છે. એસટી વિભાગની ગત વર્ષ કરતાં આ વખતે આઠ લાખની વધુ આવક થઈ છે.
બનાસકાંઠા એસટી વિભાગીય નિયામક એમ.બી.રાવલે માહિતી આપતા જણાવ્યું કે, દરેક તહેવારો ઉપર એસટી વિભાગ મુસાફરોની સવલતો અને સરળતા અનુસાર એસ.ટી બસોની વ્યવસ્થા કરતું હોય છે. ત્યારે આ વખતના રક્ષાબંધન પર્વ ઉપર પણ એસટી વિભાગે ચાર દિવસમાં 589 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી હતી, જેમાં વિભાગને 38 લાખ રૂપિયાની વધારાની આવક થઈ છે. આ રક્ષાબંધન તહેવાર પર ખાસ કરીને અંબાજી, વડોદરા તરફના મુસાફરોનો ઘસારો વધુ જોવા મળ્યો હતો.
આ વખતે એસટી વિભાગે એવા સ્થાનોને પણ પસંદ કર્યા હતા જ્યાં મુસાફરોની ભીડ જોવા મળતી હોય છે. આવા આ ભીડવાળા સ્થળોનો સર્વે કરી ખાસ એસટી બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે આ વખતની આવક માટે વિશેષ રૂપે ફાયદાકારક રહ્યું છે.
આ પણ વાંચો:

