ETV Bharat / state

બનાસકાંઠામાં રીંછની પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા, રીંછ પાછળ દોડાવી હતી કાર

2 શખ્સોની અટકાયત કરી RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત
બનાસકાંઠામાં રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : January 7, 2026 at 1:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા : જિલ્લામાં રીંછની પજવણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ફોરેસ્ટ વિભાગ એકશનમાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં 2 શખ્સોની અટકાયત કરી RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં ગાંગુવાડા નજીક રોડ પર એક રીંછની પજવણી કરવામાં આવી હતી. રીંછને રોડ પર દોડાવીને પાછળ ગાડી ભગાડી અને અને હોર્ન વગાડી વગાડીને રીંછને ભગાડવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ વિડીઓ (ETV Bharat Gujarat)

રીંછની પજવણી કરનારા 2 શખ્સોની વન વિભાગે અટકાયત કરી લીધી છે, 2 શખ્સોની અટકાયત કરીને ફોરેસ્ટ વિભાગે દાંતીવાડા પોલીસ મથકને સોંપ્યા હતા. આ સમગ્ર મામલે પકડાયેલા શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શખ્સોમાં વિદેશકુમાર ઈન્દ્રભાઈ નટ ગાંગુવાડા, કરસનભાઈ વરધાજી માળી પાંસવાળ જેઓ દાંતીવાડના રહેવાસી છે. પોલીસે બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2,9, 39,51 અને 52 હેઠળ ગુનો નોંધ્યો છે.

રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત
રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત (ETV Bharat Gujarat)

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીઓમાં આ ભયભીત થયેલું રીંછ ગાડી આગળ દોડતું જોવા મળ્યું હતું. જોકે પાછળ આ બંને શખ્શોએ ગાડી દોડાવીને તેની પજવણી કરી હતી, એટલું જ નહીં તેનો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીઓ વોટ્સએપના 15થી વધુ ગ્રુપમાં અને ફેસબુક ઉપર વાયરલ થયો હતો, ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે વન વિભાગની ટીમે મૂળ સ્ત્રોત સુધી પહોંચીને બંને શખ્સોને ઝડપીને કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાતા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.

રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત
રીંછની પજવણી કરનાર 2 શખ્સોની અટકાયત (ETV Bharat Gujarat)

નોંધનીય છે કે વન્ય પ્રાણીઓ એ કુદરતી આપેલી અમૂલ્ય ભેટ છે, તેમ છતાં લોકો તેમની પજવણી કરતા હોય છે. ગિરના જંગલમાં સિંહની પજવણીના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે હવે બનાસકાંઠામાં પણ રીંછની પજવણી સામે આવતા ફોરેસ્ટ વિભાગે લાલ આંખ કરી છે. બંને લોકો સામે વન વિભાગે કાર્યવાહી કરતા આ પ્રકારે વન્ય જીવોની પજવણી કરતા અન્ય લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો...

  1. ગીરના બસ સ્ટેન્ડ પર સિંહની લટાર!, વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ
  2. જંગલની દુનિયાના બે અદભૂત વીડિયો વાયરલ, સાસણ આવેલા પ્રવાસીઓએ માણ્યો વન્યજીવોનો દુર્લભ નજારો