ETV Bharat / state

બગદાણા વિવાદ મામલે મોટા સમાચાર, નવનીત બાલધિયા પર હુમલાની તપાસ માટે 5 સભ્યોની SITની રચના

ભાવનગરના બગદાણાના સરપંચના સંબંધી નવનીત બાલધિયા પર જીવલેણ હુમલાના ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે.

પીડિત યુવક નવનીત બાલધિયા
પીડિત યુવક નવનીત બાલધિયા (X/@aapgujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 4:50 PM IST

|

Updated : January 5, 2026 at 5:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ભાવનગરના બગદાણાના સરપંચના સંબંધી નવનીત બાલધિયા પર જીવલેણ હુમલાના ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. 5 સભ્યોની આ તપાસ સમિતી તપાસ બાદ રોજે રોજનો અહેવાલ પોલીસ કચેરીને મોકલી આપવાનો રહેશે. આ નિર્ણય ગાંધીનગરમાં પરસોતમ સોલંકી સહિતના રાજકીય આગેવાનોની CM સાથે થયેલી મુલાકાત બાદ આવ્યો છે.

IPS અધિકારી જયવીર ગઢવીના અધ્યક્ષતામાં આ SITની રચના કરવામાં આવી છે. તેઓ હાલ ધારીમાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કાર્યરત છે. SITની ટીમમાં 4 સભ્ય એમ.જી. જાડેજા, પી.જે વાળા, લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. SITની ટીમ નવનીત બાલધિયા પર હુમલા કેસની તપાસ કરશે અને તેનું રોજે રોજનું અપડેટ આપશે.

SIT ટીમના સભ્યોના નામ
SIT ટીમના સભ્યોના નામ (Gujarat Government)

ખાસ છે કે, બગદાણા બજરંગદાસ બાપા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈને પરસોતમ સોલંકી સહિતના રાજકીય આગેવાનો આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. જે બાદ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ઘટનાની ઝીણવટભરી તપાસ માટે SIT બનાવીને તેને તપાસ સોંપવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

ભાવનગર જિલ્લાના બગદાણાના સરપંચના સંબંધી નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બરની રાત્રે બે કારમાં આવેલા આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પોલીસ મુજબ દારૂની બાતમી આપ્યાની શંકાએ નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ નવનીતભાઈએ સમગ્ર હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર દ્વારા કરાવાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે પોલીસે તેમને ક્લીન ચીટ આપી દીધી હતી.

બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ હેઠળ 112/2, 118/1, 115/2 અને રાયોટીંગ સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવે છે કે તેમનો વરના ગાડીએ પીછો કર્યો અને 8 શખ્સોએ તેમને માર મારી ઈજા પહોંચાડી છે. ત્યારબાદ નવનીત ભાઈ દ્વારા એક વીડિયો ઉતારવામાં આવે છે.

નવનીતભાઈ દ્વારા આપવામાં આવેલા વીડિયોમાં એક નામ નાજાભાઇ ઢીંગુભાઈ કામળિયા જેનું વીડિયોમાં નામ આવતા પોલીસ દ્વારા તેમને પકડવામાં આવે છે અને નાજુભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તેના કેસોની એલસીબી સહિતની પોલીસને નવનીતભાઈ બાતમી આપતા હોવાની તેમને શંકા હતી. આ સાથે નાજુભાઈના સહયોગીઓને માટીનું ખાણ-ખનીજનો વ્યવસાય હોય તેની બાતમી ખાણ-ખનીજ વિભાગને નવનીતભાઈ આપતા હોય તેની શંકાએ દાજ રાખીને હુમલો કરાયો હતો.

આ પણ વાંચો:

  1. સુરત: લસકાણામાં તબેલાની આડમાં ચાલતા ‘મોતની ફેક્ટરી’ સમાન નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ
  2. ચોટીલામાં ગેરકાયદેસર હોટલ પર ફરી બુલડોઝર ફરી વળ્યું, પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી
Last Updated : January 5, 2026 at 5:08 PM IST