ETV Bharat / state

માંગરોળના હથોડામાં ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 22 શખ્સની ધરપકડ

સુરતના માંગરોળના હથોડા ગામમાં ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ પર 50ના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો

ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો
ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 4:23 PM IST

|

Updated : February 27, 2026 at 11:46 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરતના માંગરોળના હથોડા ગામમાં ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ પર 50ના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે 22 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ પર હુમલો

મળતી માહિતી અનુસાર, માંગરોળના હથોડા ગામમાં અવાવરૂ ખેતરમાં ગૌ-વંશની કતલ થવાની સચોટ બાતમી કોસંબા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમ અને ગૌર રક્ષકો ટોર્ચના અજવાળે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આસપાસથી 50થી વધુ લોકોનું ટોળું લાકડી, લોખંડના પાઇપ અને પથ્થર સાથે પોલીસ પર તૂટી પડ્યા હતા. આ હિંચકારા હુમલામાં એક ગૌ રક્ષકને ઇજા થઇ હતી જ્યારે એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. આ ઘટના બાદ હથોડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.

ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો (ETV Bharat Gujarat)

ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઠિયા એક્શનમાં આવ્યા હતા અને તેમના આદેશથી DYSP બી.કે.વનારના નેતૃત્ત્વમાં 7 PI અને 15 PSI સહિત 15 જેટલી પોલીસ ટીમોએ સવારે હથોડા ગામને ઘેરી લીધુ હતું. સમગ્ર ગામમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

હથોડા ગામમાં પોલીસ પર હુમલા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
હથોડા ગામમાં પોલીસ પર હુમલા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો (ETV Bharat Gujarat)

સમગ્ર ઘટનાક્રમ?

મધરાત્રે 11થી 1 વચ્ચે ખેલાયો ખેલ

રાત્રે 11 વાગ્યે: પોલીસ અને ગૌરક્ષકોની ટીમે હથોડા ગામની સીમમાં ઝાડી-ઝાખરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

11:30 વાગ્યે: મુખ્ય સૂત્રધાર ઉસ્માન મીર્ઝા 6 લોકો સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાની ઓળખ 'વકીલ' તરીકે આપી પોલીસ સાથે દાદાગીરી શરૂ કરી હતી.

12:15 વાગ્યે: ઉસ્માનના ફોન બાદ જોતજોતામાં ગામમાંથી 50 જેટલા લોકોનું ટોળું લોખંડના પાઇપ, લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યું અને પોલીસ પર આયોજનપૂર્વક હુમલો કર્યો.

આ હિંસક હુમલામાં ગૌરક્ષક સત્યેન્દ્ર યાદવને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલમાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં જ જે રીતે હુમલો કર્યો છે, તેનાથી પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પોલીસ પર હુમલો કરનારા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
પોલીસ પર હુમલો કરનારા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી (ETV Bharat Gujarat)

22 શખ્સોની ધરપકડ

આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ (307), રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટ જેવી કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં 22 જેટલા શંકાસ્પદ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.

પોલીસ પર હુમલાની ઘટનામાં 22 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પર હુમલાની ઘટનામાં 22 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. (ETV Bharat Gujarat)

22 લોકો સામે નામજોગ ગુનો દાખલ થયો

1. ઉસ્માન મીર્ઝા ઉર્ફે ઉસ્સુ રસુલ ઘાંચી

2. સઈદ સરદાર

3. આસીફ ફફડો

4. અતિક અસ્લમ માસ્ટર

5. ફૈઝલ ડાભલો ઉર્ફે ફૈઝલ પઠાણ

6. અનસ ઝીણા

7. ઇરફાન અલાઉદ્દીન મીર્ઝા

8. સગીર અહમદ

9. નાશીર મલેક

10. રિયાઝ મકબુલ મીર્ઝા

11. મોહમદ જાન

12. સાબીર ઉર્ફે ટેપા રીક્ષાવાળા

13. રફીક

14. સુફિયાન અલી

15. સાહબુદ્દીન હુશેન

16. મહમદ અબ્દુલ વાડીવાલા

17. શહલ સિરાજ

18. ઝુબેદ હક્ક

19. અકરમ મહમદ સરદાર

20. અનશ ફાઝલ

21. ઇમ્તીયાઝ યુસુફ

22. બીલાલ દેસાઈ

23. મુનીર

24. રિયાઝ મુસ્તાક ઉર્ફે બોબી

25. મોહસીન અસરફ બોબી

26. મુનીરનો ભાઈ

27. જુનેદ દેસાઈ

28. ચાકીબ અલ્તાફ

29. તારીખ મીર્ઝા

30. નાશીર ઝાફર

31. સાઝીદ અશરફ

32. અકરમ ઐયબ

33. ઇમરાન યુસુફ

34. સોહીલ વાલીયા

35. ઇરફાન મકબુલ ઝીણા

36. ઇસ્માઈલ મલેક

"કાયદો હાથમાં લેનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. અમે FSLની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને તમામ દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે." રાજેશ ગઠિયા, SP, સુરત ગ્રામ્ય

આ પણ વાંચો:

Last Updated : February 27, 2026 at 11:46 AM IST