ETV Bharat / state

અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂંક

અનુપમસિંહ ગેલહોત 1997ની બેચના IPS અધિકારી છે. અને ઉત્તર પ્રદેશથી B.E અને M.TECHનો અભ્યાસ કરેલો છે.

IPS અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર
IPS અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 8:35 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનરના નામની જાહેરાત થઈ ગઈ છે. સુરત શહેરના પોલીસ કમિશનર IPS અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર નિયુક્ત કરાયા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

અગાઉ જી.એસ મલિકને ગુજરાતના નવા DGP બનાવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું પદ ખાલી હતું. જે બાદ હવે અનુપમસિંહ ગેહલોતની અમદાવાદમાં રથયાત્રા પહેલા કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

IPS અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર
IPS અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર (Gujarat Government)

અનુપમસિંહ ગેલહોત 1997ની બેચના IPS અધિકારી છે. અને ઉત્તર પ્રદેશથી B.E અને M.TECHનો અભ્યાસ કરેલો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં ભાવનગર અને પાટણમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત વડોદરા રેન્જ IG અને ઈન્ટેલિજન્સ (IB)માં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત તેઓ રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો:

  1. સુરત: ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી સગીરાને ઘેની કૉફી પીવડાવી દુષ્કર્મ, અશ્લીલ વીડિયો બનાવી ડરાવી-ધમકાવી લગ્ન કરનાર આરોપી ઝડપાયો
  2. આણંદ સ્પાય કેમેરા કેસમાં કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે
  3. અરવલ્લી પોલીસનું ઑપરેશન કારાવાસ સફળ, 25 દિવસમાં 25 વૉન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા