ETV Bharat / state

82 વર્ષના વૃદ્ધે માનવતા લજવી, ગાય સાથે કર્યુ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી

ગીરગઢડાના કોદીયા ગામે 82 વર્ષના એક વૃદ્ધે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

82 વર્ષના વૃદ્ધે ગાય સાથે ગંદુ કૃત્યુ કર્યુ
82 વર્ષના વૃદ્ધે ગાય સાથે ગંદુ કૃત્યુ કર્યુ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 10:02 AM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાામં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો વાયરલ થયા બાદ અલ્પેશ મકવાણા નામના વ્યક્તિએ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોદીયા ગામના 82 વર્ષીય વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1)(A) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

પ્રાથમિક વિગતો મુજબ, વશરામભાઈ ગુજરીયા પોતાની વાડીમાં ગયા હતા. આ દરમિયાન વાડીના ઢોરવાડામાં બાંધેલી ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાનો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ અલ્પેશ મકવાણા નામના એક ગૌપ્રેમીએ ગીરગઢડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં જઈને વાયરલ વીડિયો બતાવી ઘટનાની ગંભીરતા દર્શાવી હતી.

82 વર્ષીય વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા સામે કાર્યવાહી
82 વર્ષીય વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા સામે કાર્યવાહી (Etv Bharat Gujarat)

વૃદ્ધ સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો

અલ્પેશ મકવાણાની ફરિયાદના આધારે ગીરગઢડા પોલીસે વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1)(A) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વાયરલ થયેલા વીડિયોની હકીકત સહિત ઘટનાની અન્ય વિગતો તપાસવામાં આવી રહી છે.

ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર વૃદ્ધ સામે ફિટકાર
ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર વૃદ્ધ સામે ફિટકાર (Etv Bharat Gujarat)

ગૌમાતા પ્રત્યેની આસ્થા વચ્ચે ઘટનાથી નારાજગી

મહત્વપૂર્ણ છે કે, હિંદુ સમાજમાં ગાયને ગૌમાતા તરીકે માતા સમાન પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. આવી પવિત્ર ગણાતી ગૌમાતા સાથે માનવતાને શરમાવે તેવા કૃત્યનો વીડિયો સામે આવતા કોદીયા ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકો વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહ્યા છે, સાથે આ ઘટનાને લઈને ભારે ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો

  1. Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
  2. લાલ બત્તી સમાન કિસ્સો ! 12 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર હવસખોર ઝડપાયો - Surat Crime