અમરેલી: ઢસા ચોકડી ખાતે નિયમિત ચેકીંગ દરમિયાન એસટી બસમાંથી દારૂ ઝડપાયો, કંડકટર સામે કાર્યવાહી
ડેકીમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો 45 નંગ તથા બિયર ટીન 24 નંગ મળી આવ્યા હતા.

Published : January 8, 2026 at 4:22 PM IST
અમરેલી: ઢસા (ચોકડી) ખાતે એસટી વિભાગ દ્વારા નિયમિત વાહન ચેકીંગ દરમિયાન મંડોર–સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસ નં. GJ-18-ZT-0730માંથી દારૂ ઝડપાયો હતો. આ બસ સાવરકુંડલા ડેપોની અમરેલી વિભાગ હેઠળ ચાલતી હતી.
અધિકારી ઓ દ્વારા બસની તપાસ કરતા તેની ડેકીમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો 45 નંગ તથા બિયર ટીન 24 નંગ મળી આવ્યા હતા. આ રીતે કુલ 69 બોટલ/ટીન જેટલો દારૂ મળી આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ તરત જ ઢસા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને દારૂ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બસમાં ફરજ પરના કંડકટર જગદીશભાઈ એમ. ભરાડ (બેજ નં. 2887)ની સંડોવણી સામે આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે ઢસા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી કંડકટર સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
અહીં મોડી રાતે એસટી વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું . જે જગ્યા દરમિયાન મંડોર સાવરકુંડલા બસને મોડી રાત્રીએ ઢસા પાસે ઊભી રખાઈ હતી અને અહીં અમરેલી ડિવિઝનના અધિકારીઓએ આ બસને ચેકિંગ હાથ ધરી હતી. જે દરમિયાન બસની ડીકીમાંથી શંકાસ્પદ જતો હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓ દ્વારા શંકાસ્પદ તથા તેમાં ઇંગ્લિશ દારૂ હોવાનું સામે આવ્યું. અધિકારીએ તુરંત પોલીસને બોલાવી ઘટતી કાર્યવાહી તુરંત ધરવામાં આવી હતી અને આરોપી કંડકટરને ઢસા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી અમરેલી ડિવિઝન તથા ઢસા પોલીસ કરી રહી છે. કેટલા સમયથી આ દારૂની હેરાફેરી બસમાં આ રીતે ચાલુ છે તેની પણ સઘન પૂછપરછ હાલ કંડકટરને કરાઈ રહી છે. અમરેલી ડિવિઝન દ્વારા આ બસના કંડકટર પર પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:

