આ ગામમાં પારિવારિક વિવાદમાં ન્યાય ન મળતા યુવતીના ઘર બહાર 3 દિવસથી ધરણા, પોલીસનો બંદોબસ્ત
પારિવારિક વિવાદમાં ન્યાય ન મળતા તેઓ છેલ્લા ત્રણ દિવસથી ભૂખ હડતાલ પર છે.

Published : January 9, 2026 at 4:45 PM IST
|Updated : January 9, 2026 at 6:19 PM IST
અમરેલી : જિલ્લાના લીલીયા તાલુકાના હાથીગઢ ગામની યુવતી સાથે અન્યાય થતો હોવાનો મામલો સામે આવ્યો છે. પાટીદાર દીકરી દયાબેન રામાણી પોતાના જ સાસરાના ઘરની બહાર અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા છે. પારિવારિક વિવાદમાં ન્યાય ન મળતા તેઓ છેલ્લા ત્રણ દિવસથી ભૂખ હડતાલ પર છે.
દયાબેનના પતિ છેલ્લા કેટલાક વર્ષોથી લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન દયાબેનને તેમના સસરા વાલજીભાઈ તરફથી અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દયાબેન ને કશું ખાધું તથા પીધું નથી જે અસર ધીમે ધીમે તેમની તબિયત પણ બગડી રહી છે.
દયાબેન પોતાની 15 વર્ષની દીકરીના જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે સાસરાના ઘરની બહાર ધરણા પર બેઠા છે. ઘટનાની અગાઉથી જાણ થતાં સાસુ-સસરાએ ઘર પર તાળું મારી ગામ છોડીને પલાયન કર્યું હોવાનું સામે આવ્યું છે. ધરણા પર બેઠેલા દયાબેન સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દયાબેને પાટીદાર સમાજ તથા તંત્રને ન્યાય અપાવવાની અપીલ કરી છે.
મારી માંગ એ છે કે મારુ સાસરુ આ છે કે તેઓ મારુ ભરણપોષણ ભરતા નથી, મેં એસપી સાહેબ અને રાજકીય આગેવાનોને પણ લેખિત અરજી આપી છે. અને મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે અને ન્યાય મળ્યો નથી. પોલીસ પ્રોટેકશન ચાલું છે, મારુ અને અહીંયા હું આવી તો મારા સસરા પણ ઘરને તાળું મારીને ભાગી ગયા છે. એમણે એવું કીધુ કે તારે જ્યા જવું હોય ત્યા જા, કૌશિકભાઈ વેકરીયા મારી સાથે છે. પોલીસ મારુ કંઈ બગાડી નહી લે અને હું તારુ ભરણપોષણ ભરવાનો નથી. અને માર્ ધરે તને આવવા નહી દઉ, આ જ મારુ ઘર છે, અને મને છેલ્લા ત્રણ દિવસથી અન્ન જળનો ત્યાગ કરેલો છે." - દયાબેન, પિડીત
દયાબેને વધુમાં જણાવ્યું હતું કે, મારી માંગણી એ છે કે વહેલી તકેે મારા સસરા આવે અને મારુ ઘર છેે, મારો જ હક છે જે મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે, મારા સસરાનું નામ વાલજીભાઈ છે. જેઓ કન્ટ્રકશનનું પણ કામ કર્ે છે અને બીજેપીના કાર્યકર પણ છે. મારા લગ્ન 2009માં થયા છે, મારે એક દીકરી પણ છે. 2019થી લઈને આજ સુધી મને ભરણપોષણનો ન્યાય મળેલો નથી.
પાડોશી ભીખાભાઈ લાંબડિયાએ જણાવ્યું હતું કે, વિપુલભાઈના ધરના છેલ્લા ત્રણ દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. તેઓ મારા ઘરે બ્રશ કરવા માટે આવે છે. હવે કંઈ પણ દયાબેનને થશે તો એની જવાબદારી સરકારની રહેશે. સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત તો કરે છે, આમને કોણ ન્યાય આપશે એટલે સરકાર તાત્કાલીક પગલા લે તેવી માંગ છે.
નોંધનીય છે કે વાલજીભાઈ લીલીયા તાલુકા પંચાયત ભાજપના સદસ્ય છે.
આ પણ વાંચો...

