અમરેલી: જાફરાબાદમાં TRBમાં ફરજ બજાવતા યુવાનનું હાર્ટએટેકથી મોત, પોલીસ ભરતીની કરતો હતો તૈયારી
જાફરાબાદના 24 વર્ષીય હર્ષ મકવાણા રોજની જેમ વહેલી સવારમાં વોકિંગ માટે નીકળ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.

Published : January 9, 2026 at 1:07 PM IST
અમરેલી: જાફરાબાદમાં TRBમાં ફરજ બજાવતા યુવાન જવાનનું હાર્ટએટેકથી કરુણ મોત થયું છે. જાફરાબાદના 24 વર્ષીય હર્ષ મકવાણા રોજની જેમ વહેલી સવારમાં વોકિંગ માટે નીકળ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.
પરિસ્થિતિ ગંભીર બનતા તેમને તાત્કાલિક જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જાફરાબાદથી રાજુલા જતા રસ્તામાં જ હર્ષ મકવાણાનું દુઃખદ નિધન થયું હતું.

મૃતક હર્ષ મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી જાફરાબાદ TRBમાં ફરજ બજાવતા હતા. તેઓ પોલીસ ભરતી માટે સતત મહેનત કરી રહ્યા હતા અને રોજ સવારથી વહેલા ઉઠી કઠોર પરિશ્રમ સાથે તૈયારીમાં લાગેલા હતા. આવી સ્થિતિમાં યુવાન જવાનનું અચાનક અવસાન થતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
યુવાનના અવસાનથી જાફરાબાદમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફરજપ્રતિ નિષ્ઠાવાન અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા યુવાન જવાનના અકાળ નિધનથી સમગ્ર વિસ્તાર શોકાતુર બન્યો છે.
હર્ષ મકવાણા કેટલાય સમયથી જાફરાબાદ ટીઆરબી પોલીસમાં ફરજ બજાવતા હતા નિયમિત પોતાની ડ્યુટી નિભાવતા હતા અને પોલીસમાં જોડાવાનું પોતાને મનમાં જુસ્સો હતો. જેથી આ ટીઆરબી જવાન વહેલી સવારે દરરોજ પાંચ વાગ્યાના સુમારે મોર્નિંગ પર નીકળતા રનીંગ માટે નીકળતા. આજે વહેલી સવારે તેઓ ઘરેથી મોર્નિંગ વોક અને રનિંગ માટે નીકળ્યા હતા ત્યારે વોક દરમિયાન જ એમનું એમને છાતીમાં દુખાવો વધી જતા તુરંત જાફરાબાદ હોસ્પિટલમાં સારવાર વખતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને રાજુલા વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન રસ્તામાં જ આ ટીઆરપી જવાનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો:

