ETV Bharat / state

દારૂબંધી વચ્ચે દારૂ-ડ્રગ્સનો ધંધો બેકાબૂ? અમદાવાદમાં 2 વર્ષમાં ₹41 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ છેલ્લા બે વર્ષના વિગતવાર આંકડા રજૂ કર્યા.

દારૂબંધી વચ્ચે દારૂ-ડ્રગ્સનો ધંધો બેકાબૂ? અમદાવાદમાં 2 વર્ષમાં ₹41 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
દારૂબંધી વચ્ચે દારૂ-ડ્રગ્સનો ધંધો બેકાબૂ? અમદાવાદમાં 2 વર્ષમાં ₹41 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 18, 2026 at 5:29 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં અમદાવાદ શહેરમાંથી દારૂ અને ડ્રગ્સની મોટી જપ્તી થયાના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ છેલ્લા બે વર્ષના વિગતવાર આંકડા રજૂ કર્યા.

છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી અંદાજે ₹18 કરોડ જેટલો વિદેશી દારૂ ઝડપાયો છે. સાથે સાથે ₹2.60 કરોડનો દેશી દારૂ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દારૂબંધી વચ્ચે આટલી મોટી જપ્તી ચિંતાજનક માનવામાં આવી રહી છે.

ડ્રગ્સ મુદ્દે પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ₹20.54 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. ઉપરાંત ₹90 લાખથી વધુના અન્ય માદક દ્રવ્યો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું ગૃહમાં જણાવાયું. ₹41 કરોડથી વધુનો ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થો ઝડપાયા છે. આ આંકડા એક તરફ કાયદો અમલવારી તંત્રની કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ ગેરકાયદેસર નેટવર્કની હાજરી અંગે પ્રશ્નો ઊભા કરે છે.

વિધાનસભામાં હવે ચર્ચા તેજ બની છે કે દારૂબંધી કાયદા હોવા છતાં શહેરમાં દારૂ અને ડ્રગ્સની આવક કેવી રીતે ચાલુ રહે છે. સપ્લાય ચેઇન તોડવા અને મૂળ સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: