ઈરાન સંકટ વચ્ચે ઉમરાહ કરવા ગયેલા અમદાવાદના યુવક સહિત 55 લોકો ફસાયા મક્કા મદીનામાં ફસાયા
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા અમીર મકરાણી પણ ઉમરાહ કરવા માટે ગયા હતા. પરંતુ આ યુદ્ધના કારણે તે ત્યાં ફસાયેલા છે.

Published : March 2, 2026 at 8:43 PM IST
અમદાવાદ: ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે મધ્ય પૂર્વ એશિયામાં તણાવ પૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રમઝાન મહિના દરમિયાન અમદાવાદથી ઉમરાહ કરવા ગયેલા ઘણા લોકો મક્કા મદીના અને જેદ્દાહમાં ફસાયેલા છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા અમીર મકરાણી પણ ઉમરાહ કરવા માટે ગયા હતા. પરંતુ આ યુદ્ધના કારણે તે ત્યાં ફસાયેલા છે ત્યારે એમના પિતા ઇમરાન મકરાણીએ સરકાર પાસે અપીલ કરી છે કે બધા લોકોને એર લિફ્ટ કરાવીને પાછા લાવવામાં આવે.
દીકરા વિશે ચિંતિત થયેલા પિતા ઇમરાન મકરાણીએ જણાવ્યું હતું કે, 9 ફેબ્રુઆરી 2025ના દિવસે મારો છોકરો અમદાવાદથી ઉમરા કરવા ગયો હતો. સૌથી પહેલા જેદ્દાહ ત્યાંથી મક્કા અને ત્યાંથી મદીના ગયા હતા અને 28 ફેબ્રુઆરીના દિવસે તેની રિટર્ન ફ્લાઇટ હતી. અને જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી ફ્લાઇટ ડીલે છે અને દોઢ કલાક સુધી તમને રાહ જોવી પડશે. અને કલાકો સુધી રાહ જોવા પછી આ ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી અને તે લોકો પાછા મક્કામાં ગયા હતા અને મક્કાથી 35 km દૂર હોટલમાં રોકાયા હતા.
પરંતુ આ લોકોનું ટુર પેકેજ ખતમ થઈ ગયું હતું અને એમની પાસે પૈસા પણ નહોતા. ત્યારે હોટલમાં પણ રહેવામાં મુશ્કેલી પડી અને તે લોકો પાછા મક્કા શરીફમાં પહોંચ્યા છે. એમ્બેસી તરફથી એમને કોઈ એડવાઈઝરી આપવામાં આવી નથી એ લોકો બહુ જ મુશ્કેલીમાં મુકાયા છે.
પિતાએ જણાવ્યું હતું કે, મારા છોકરાનું નામ અમીર હમઝા મકરાણી છે અને તેની ઉંમર 20 વર્ષની છે. 55 લોકોના ગ્રુપમાં તે ટુર્સ એન્ડ ટ્રાવેલ દ્વારા ઉમરા કરવા માટે ગયા હતા. ત્યાં બીજા 400 માણસો પણ ફસાયેલા છે. ફ્લાઈટ રદ થવાના કારણે તે લોકો પરેશાન હાલ છે.
તેમણે જણાવ્યું હતું કે, ત્યાં ફસાયેલા ઘણા લોકો સાથે મારી વાતચીત થઈ છે. જે લોકોનું ઉમરાનું પેકેજ પૂર્ણ થઈ ગયું છે અને પાછા આવવા માટે તકલીફ થઈ રહી છે. મેં સાઉદી એરલાઇન સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે મને 55 હજારની ટિકિટ કીધી હતી. અને ફ્લાઇટ રદ થઈ જશે તો રિટર્ન પણ આપવામાં આવશે નહીં. અમારા આ પૈસા પણ ડૂબી જશે તો અમે શું કરીશું. સરકારે આ અંગે ધ્યાન દોરવું જોઈએ. કારણ કે ગલ્ફ કન્ટ્રીની અંદર 25 લાખથી વધારે ભારતીય રહી રહ્યા છે. તેમનું જીવન જોખમી બની ગયું છે. એટલે ભારત સરકારને આ બધા લોકોને એર લીફ્ટ કરવા જોઈએ. જેવી રીતે યુક્રેનથી ભારતીયો પાછા લાવવામાં આવ્યા હતા એવી જ રીતે આ ગલ્ફ કન્ટ્રીમાંથી પણ ભારતીય લોકોને પાછા લાવવા માટે કામ કરવું જોઈએ.
આ પણ વાંચો:
- 20 વર્ષ પૂર્વે અમરેલીના જ્યોતિષ શાસ્ત્રીની આગાહી આજે બની હકીકત; જુઓ ભારત, અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનને લઈને શું કહ્યું
- મિડલ ઇસ્ટમાં ઇમરજન્સી: દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓ માટે રાજ્યસભા સાંસદે શરૂ કરી હેલ્પલાઇન
- પાલનપુરના 20થી વધુ યુવકો દુબઈમાં, માતાપિતા ચિંતામાં; યુવકોએ વીડિયો કોલથી જણાવ્યું 'હાલમાં તેઓ સુરક્ષિત'

