સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં બકરી-ઊંટડીના મસાલા દૂધે જગાવ્યું આકર્ષણ, કચ્છની માલાધારીઓ બહેનોએ પીરસી અવનવી વાનગી
ફૂડ ફેસ્ટિવલમાં શહેરીજનો અહીં અવનવી વાનગીઓની મજા માણવા આવી રહ્યા છે.

Published : December 29, 2025 at 9:05 PM IST
અમદાવાદ: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં વિસરાતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ત્યારે શહેરીજનો અહીં અવનવી વાનગીઓની મજા માણવા આવી રહ્યા છે. ફૂડ ફેસ્ટિવલમાં માલધારી બહેનોએ પણ એક સ્ટોલ લગાવ્યો છે. જેમાં ઊંટડીનું દૂધ મળી રહ્યું છે. આ સાથે સ્ટોલમાં બકરીનું પણ મળી રહ્યું છે, જેને ટ્રાય કરવા માટે પણ અમદાવાદીઓ પહોંચી રહ્યા છે.
ફૂડ ફેસ્ટિવલમાં કેમલ મિલ્કના સ્ટોલ ધારક ભાવના રબારીએ જણાવ્યું હતું કે, અમારો સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં માલધારી મહિલા સંગઠનનો એક સ્ટોલ છે. અને અમારા સ્ટોલમાં માલધારીઓની વસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઊંટડીનું મસાલાવાળું દૂધ, બકરીનું મસાલાવાળું દૂધ, મસાલાવાળો રોટલો, લીલી હળદરનું શાક, રોટલા, માખણ, ગોળ, રીંગણનો ઓળો, જુવારનો રોટલો, લસ્સી અને રબડી છે. એની સાથે અમારી પાસે ઘેટીનું ઘી છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેની સાથે બકરીના દૂધમાંથી બનેલો સાબુ પણ છે.
તેમણે જણાવ્યું હતું કે, માલધારી સંગઠનની આજીવિકા મજબૂત બનાવવા માટે માલધારી લોકો જે વ્યવસાય કરે છે. અને બિઝનેસમાં લાવવા માટે અમે કામ શરૂ કર્યું છે. માલધારી દૂધનું કામ કરે છે અને અમે દૂધમાંથી પ્રોડક્ટ બનાવવા શરૂ કર્યું અને માલધારી બહેનોની આજીવિકા કરીને પગભર કરવામાં આવી રહી છે. કચ્છની ઉત્તર ગુજરાતની માલધારી બહેનો સાથે અમે કામ કરી રહ્યા છી અને 2018 થી આ કામ ચાલુ છે.
ભાવના બેને કહ્યું કે, ઊંટડીનું દૂધ બીજા દૂધ કરતાં થોડું ખારું હોય છે, અને બકરીનું દૂધ થોડું ગળ્યું લાગે છે. અને અમે 150 ગ્રામ દૂધના 50 રૂપિયા લઇ રહ્યા છીએ. અને પબ્લિક આવીને દૂધ પી રહી છે. ઊંટડીનું દૂધ આખો દિવસ રહી શકે છે એ ખરાબ થતું નથી થતું અને કોઈ વાંધો નથી આવતો. એનાથી ઘણી દવાઓ બને છે.

તો સ્ટોલમાં ગાંધીનગરથી આવેલા અમૃતલાલ લેઉવા જણાવ્યું હતું કે, સાત્વિક ફેસ્ટિવલમાં અમે આવ્યા અને અહીંયા બકરી નું દૂધ અને ઊંટડીનું દૂધ પીવાનો મોકો મળ્યો. એ પીવામાં બહુ જ મજા આવી. અમે પહેલી વખત આ દૂધ પીધું. આ દૂધ શરીર માટે બહુ સારું હોય છે. બીજું કોઈ જગ્યા મળતા નથી.
કેલિફોર્નિયા યુ.એસથી આવેલી ઉષા પટેલે જણાવ્યું હતું કે, અહીંયા પહેલી વખત હું આવી અને અમારા માટે બહુ જ નવું છે. આ બધા વસ્તુનો આપણે ઉપયોગ તો કરીએ છીએ પરંતુ આમાંથી આટલી બધી ડિસ બની જાય એના વિશે અમને ખબર ન હતી. એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ ખબર નહોતી. અમે ઘણી બધી ડિસનો ટેસ્ટ કર્યો. અમે ઊંટડીનું દૂધ પણ જોયું પણ ખબર નહીં તે ટ્રાય કરવું જોઈએ કે નહીં. ફેસ્ટિવ ખૂબ જ સરસ છે અને બધી સરસ આઈટમ્સ અહીંયા મળી રહી છે.
આ પણ વાંચો:
- વિસરાતી વાનગી: શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ; તમે ઘરે પણ બનાવી શકો છો આ રેસિપી
- ગુજરાતની વિસરાતી જતી વાનગી પાનકીનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો, કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ડીશ? જાણો રેસિપી
- ખજૂરનું શાક, સોયાબિનની ચા... સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અવનવી વાનગીઓનો રસથાળ, ઉંબાડિયું ખાવા માટે લાઈન લાગી

