ગજબનું ગોબર આર્ટ, ગાયના છાણમાંથી બનાવી ભારતીય સંસ્કૃતિને દર્શાવતી કલાકૃતિઓ
અમદાવાદમાં સાત્વિક ફુડ ફેસ્ટીવલમાં ભાગ લેવા આવેલા પ્રવીણભાઈનું ગોબર આર્ટ સૌ કોઈના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું.

Published : January 1, 2026 at 12:24 PM IST
અમદાવાદ: સિમેન્ટના જંગલમાં રહેતી નવી પેઢીએ પ્લાસ્ટિક યુગ જોયો છે, આ નવી પેઢી ગાય અને છાણથી દૂર ભાગે છે. ત્યારે આવી ઝેન-જીને છાણ તરફ પાછા વાળવા માટે બોટાદના પ્રવીણભાઈ પ્રજાપતિએ ગોબર આર્ટ શરૂ કર્યુ છે.
અમદાવાદમાં સોલા ભાગવતમાં 27 થી 31 ડિસેમ્બર સુધી સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બોટાદથી આવેલા પ્રવીણભાઈ પ્રજાપતિએ પણ એક સ્ટોલ લગાવ્યો હતો. આ સ્ટોલમાં છાણમાંથી બનાવેલી સુંદર વસ્તુઓ લોકોને ખુબ આકર્ષી હતી, જેને ખરીદવા માટે લોકોમાં પણ ઉત્સાહ હતો. ખાસ કરીને અહીં રૂપિયા 700 થી લઈને 5000 રૂપિયા સુધીની કલાકૃતિ જોવા મળી હતી. ગૃહસુશોભન માટે આ કલાકૃતિઓને ખરીદતા લોકો નજરે પડ્યા હતાં.
'હું બોટાદથી સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ગોબર આર્ટ લઈને આવ્યો છું. જેમાં મે બધી વસ્તુઓ ગાયના છાણમાંથી બનાવી છે. હું જાતે પ્રજાપતિ એટલે માટી કામ કરતો હતો. એટલે મને ગોબરમાંથી કંઈક નવું કરવાની ધુન લાગી હતી. 2019-20 પછી મે ગોબર ઉપર અખતરાઓ કરવાની શરૂઆત કરી. તેમાં મારી સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. ગોબરને પાણીથી સાફ કરવું એ મારા માટે મોટી ચેલેન્જ હતી, ત્યારે મેં સફેદ ઘુઘર નાખી . પછી મને સફળતા મળી અને ગોબરને પાણીથી સાફ કરવામાં કોઈ તકલીફના આવી. -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ

ત્યાર પછી મને સમસ્યા એ નડી કે, મચ્છર અને ગંધ બહુ જ આવતી હતી, ત્યાર પછી મે ગંઠાળોને પાણીમાં મિક્સ કર્યું અને ગોબરને સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય અને મજબૂત બનાવ્યું. ત્યાર બાદ આ ગોબર ગોળ આકારમાં કે અલગ-અલગ શેપમાં આકાર આપ્યો. ત્યાર પછી એક આર્ટિસ્ટ તરીકે મે આ ગોબરના વિવિધ આકારો પર વિવિધ કલાકૃતિઓ બનાવી. એમાં ધાર્મિક અને લુપ્ત થઈ ગયેલી કલાને કંડારવાનો પ્રયાસ કર્યો. -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ

જોકે, પછી એ પ્રશ્ન થયો કે કલર કયો વાપરવો ? કારણકે ગોબર કલર વધારે ચૂસે છે. શહેરમાં મળતા કલર આમાં ના ચાલે. તમે એના ઉપર લાખ દ્વારા કલર કર્યું અને લાખના કલરથી આંખને ગમે એવો આકર્ષક લુક દેખાવા લાગ્યો. તેની સાથે ધાર્મિક ચિત્રો હડપ્પા મોહેંજોદડો, લુપ્ત થયેલી કલાઓને આ ગોબર પર ડિઝાઇન બનાવી અને એને વોલપીસ બનાવ્યું. -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ

પ્રવીણભાઈ પ્રજાપતિ વધુમાં જણાવ્યું હતું કે, આ સાત્વિક ફેસ્ટિવલમાં મેં સ્ટોર લગાવ્યો છે અને લોકોએ મને અપાર પ્રેમ આપ્યો અને મારી વસ્તુઓને મનથી ખરીદી રહ્યા છે. તેથી મને નવી એનર્જી આવી રહી છે. હું આમ તો 62 વર્ષનો છું અને છેલ્લા સાત વર્ષથી છાણમાંથી વસ્તુઓ બનાવું છું. એક વર્ષનું કલેક્શન ભેગું કરીને લાવ્યો છું. -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ

આ વખતે સાત્વિકમાં બીજી વખત હું આવ્યો છું. હું 1000 પીસીસ લઈને આવ્યો છું, અને 700 રૂપિયાથી માંડીને 5000 સુધીની આઈટમ અહીં છે. આ વોલપીસને તમે ગાર્ડનમાં ટેરેસ પર ઘરમાં ડ્રોઈંગ રૂમમાં બેડરૂમમાં ક્યાંય પણ લગાવી શકો છો. લોકો છાણથી દૂર ભાગે છે, તો મારું પ્રયત્ન એવું છે કે લોકો પ્લાસ્ટિકમાંથી દૂર આવે અને ઘરે ઘરે ગાયનું છાણ જાય તો પોઝિટિવ એનર્જી ઘરમાં આવે. -પ્રવીણભાઈ પ્રજાપતિ, આર્ટીસ્ટ
સાત્વીક ફુડ ફેસ્ટીવલની મુલાકાતે આવેલા નિવૃત શિક્ષિકા ભારતી દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગોબર આર્ટ જોઈને ખરેખર એવું થાય છે કે પ્રાચીન સંસ્કૃતિને જાગૃત કરવાનો ઉત્તમ પ્રયાસ છે. ગાયના છાણમાં સાત્વિકતા છે, આ આર્ટને પોતાના ઘરમાં સજાવવું અને પ્લાસ્ટિક કે આર્ટિફિશિયલ આઈટમથી દૂર રહેવાનો વિકલ્પ છે. ખાસ કરીને આ માટે પ્રવીણભાઈ આજે પ્રયાસ કર્યા છે, એ પ્રશંસનીય છે. એમણે ગોબરમાંથી ખૂબ જ સરસ અને સુંદર ભારતીય સંસ્કૃતિની કલાકૃતિઓ બનાવી છે. લોકો છાણને ભૂલી જ ગયા છે પરંતુ છાણને ફરીથી ડ્રોઈંગ રૂમમાં લાવવાનો પ્રવિણભાઈનો આ પ્રયાસ ખરેખર આવકારદાય છે અને તેઓ અભિનંદનને પાત્ર છે.

અહીં મુલાકાતે આવેલા મીના ચૌહાણ નામના એક યોગ ટીચરે જણાવ્યું હતું કે, આ ગોબર આર્ટથી એક મેન ફાયદો એ થાય છે કે એને ઘરમાં લગાવવાથી મચ્છર, ગરોળી કે જીવજંતુઓ નથી આવતા. આપે ઘણી બધી દવાઓ ઘરમાં છાંટકીએ છીએ, જેનાથી શ્વાસમાં અને નાના બાળકોને નુકસાન થાય છે, પરંતુ આવા છાણના વોલપીસ લગાવવાથી કોઈ નુકસાન થતું નથી. કારણકે કુદરતી વસ્તુઓથી આ બનેલું છે અને આવા છાણના વોલપીસ અમે ખરીદીને ઘરે લઈ લઈ જશું અને ઘરમાં લગાવીશું.

