ETV Bharat / state

અમદાવાદના આંગણે યોજાશે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, જાણો મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સ વિશે

'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બુક ફેસ્ટિવલમાં શું છે ખાસ જાણો વિગતવાર.

અમદાવાદ આ જગ્યાએ યોજાશે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ
અમદાવાદ આ જગ્યાએ યોજાશે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AMC)
author img

By ETV Bharat Gujarati Team

Published : November 11, 2025 at 5:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : વાચક રસિકો માટે 11 નવેમ્બર 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બુક ફેસ્ટિવલમાં શું છે ખાસ જાણો વિગતવાર.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025

રી ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે અમદાવાદ બુક ફેર નું આયોજન કરવામાં આવે છે, છેલ્લા 2 વર્ષથી ઇન્ટરનેશનલ બુક ફેર આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટની સાથે રહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બુક ફેરનું આયોજન કર્યું છે. તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025' યોજાશે.

રી ક્રિએશન કમિટીના ચેરમેન, જયેશ ત્રિવેદી (ETV Bharat Gujarat)

અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ

13 નવેમ્બર સવારે 10:00 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ નવ-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે. એક લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાં 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન થયું છે.

એક લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યાની અંદર 300થી વધુ ઇન્સ્ટોલ લગાવવામાં આવ્યું છે. 1000થી વધુ પ્રકાશકો આની અંદર ભાગ લેવાનો છે. આ ફેસ્ટિવલમાં જવા માટે મફત એન્ટ્રી રાખવામાં આવી છે. નવી દિલ્હી, બિહાર, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને અન્ય જવાબ વિવિધ રાજ્યોમાંથી પણ પ્રકાશકો આની અંદર ભાગ લેશે.

મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સની વાત કરીએ તો, 13 અને 14 નવેમ્બર ક્વિઝ, 15 નવેમ્બર વાર્તાકથન (Storytelling), 16 નવેમ્બર ફેન્સી ડ્રેસ, 17 નવેમ્બર કિડ્સ પેનલ ડિસ્કશન, 18 નવેમ્બર ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, 19 નવેમ્બર ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, 20 નવેમ્બર બુક રીડિંગ કોન્ટેસ્ટ તેમજ 21 નવેમ્બર મસ્તી કી પાઠશાલા મુખ્ય આકર્ષણો રહેશે. આ ઉપરાંત વિજેતાઓને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

તેમણે વધુ જણાવ્યું હતું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના દરરોજ સાંજે 5.30 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાકુંભનો પ્રારંભ થશે. કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, કવિઓ સાથે ગ્રાન્ડ મુશાયરો, તેમજ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે વિજયકુમાર સાથે શૌર્ય સંવાદ થશે.

આ કાર્યકમમાં કેવી રીતે જોડાવવા માટે :

1. તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ Google ફોર્મ ભરો.
2. તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.
3. કન્ફર્મ થયેલ બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.
4. યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (1.15ના રેશિયોમાં) માટે પ્રવેશ નિઃશુલ્ક છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો.

આ પણ વાંચો...