ETV Bharat / state

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમદાવાદીઓએ રાગીના ગુલાબજાંબુ અને પેનકેકની મજા માણી, આ રેસિપીથી તમે પણ ઘરે બનાવી શકશો

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં હાલ ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો રહ્યો છે.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 30, 2025 at 6:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં એક અદભુત વિસરાતી વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં અવનવી વાનગીઓની મજા લોકો મણી રહ્યા છે. ત્યારે એક સ્ટોલમાં રાગીના ગુલાબજાંબુ અને રાગીની પેન કેક મળી રહી છે, જેને ખાવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ અંગે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુનો સ્ટોલ લગાવનાર રુચી બેને જણાવ્યું હતું કે, અમે અહીંયા વિસરાતી વાનગીઓ મોડર્ન ટ્વીસ્ટ સાથે સર્વ કરી રહ્યા છીએ. અમારી પાસે રાગીના ગુલાબજાંબુ છે, જેની અંદર 80% રાગી હોય છે અને 20% માવાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે હંમેશા મેંદાના કે માવાના ગુલાબ જાંબુ ખાતા હોઈએ છીએ. પરંતુ અમે રાગીના ગુલાબ જાંબુ બનાવ્યા છે. અને તેની સુગર સીરપ જેવી રીતે ગુલાબજાંબુની હોય છે એવી જ બનાવીએ છીએ.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)

તેમણે કહ્યું, અને તેની સાથે અમારી પાસે રાગી બનાના પેન કેક છે, જેની અંદર રાગી અને જુવાર મિક્સ કરવામાં આવે છે અને એનું એક બેટર બનાવવામાં આવે છે. અને બેટર ઉપર હની મિક્સ કરીને બનાનાની સ્લાઈસ રાખવામાં આવે છે. છોકરાઓને ભાવે એવી રીતે અમે બનાવીએ છીએ. અને અત્યારે આ હોટ સેલિંગ આઈટમ બની ગઈ છે. અને લોકો અહીંથી ખાઈને જાય છે અને પેક કરીને ઘરે પણ લઈ જાય છે. ગુલાબ જાંબુ 50 રૂપિયાના 2 પીસ છે, અને પેન કેક 100 રૂપિયાની 1 છે.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)

તમે વધુ જણાવ્યું હતું કે મારા-મમ્મી પપ્પા છેલ્લા 10 વર્ષથી સાત્વિક ફેસ્ટિવલમાં સ્ટોલ રાખતા હતા. અને પછી અમે રાગી ગુલાબ જાંબુ બનાવવાની શરૂઆત કરી અને છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધારે ટ્રેડિંગ આઈટમ રાગીના ગુલાબજાંબુ છે, જેને લોકો સ્પેશિયલી શોધીને ખાવા માટે આવે છે.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)

કેવી રીતે બને છે રાગીના ગુલાબજાંબુ?
રાગીના ગુલાબ જાંબુ બનાવવા માટે રાગીનો લોટ, દૂધ, ક્રીમ, એલાયચી, બેકિંગ પાવડર, લીંબુનો રસ, ગોળ પાવડર, મોઠું, તેલ, ઘી અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

રાગીના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પાંચ ચમચી ગોળ પાવડર અને જરૂરી પાણી ઉમેરીને તેને ઉકાળી લો. લીલી એલાયચી અને 1/8 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે રાંધી લો.

ત્યાર પછી એક બાઉલમાં શેકેલા રાગીનો લોટ, બેકિંગ પાવડર, મીઠું અને ઘી ઉમેરો. ત્યારબાદ એક ચમચી ફ્રેશ ક્રીમ, દૂધ ઉમેરીને લોટ બાંધવો. અને ત્યાર પછી તેના નાના નાના રાઉન્ડ આકારમાં બનાવી લો અને તેને ગરમ તેલમાં તળી લો. અને ખાંડને ચાસણી બનાવો અને તળેલા ગુલાબજાંબુને એમાં નાખી દો. પછી ગરમગરમ રાગીના ગુલાબજાંબુને પીરસો.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)

ફૂડ ફેસ્ટિવલમાં આવેલા મુલાકાતીએ આનંદ વેગડે જણાવ્યું હતું કે, હું ગોતામાં રહું છું અને દર વર્ષે અહીંયા આવું છું. વિસરાતી વાનગીઓ જે ઘરે નથી બનતી એ અહીંયા મળે છે. અને લોકોને અહીંયાથી સ્ટાર્ટઅપ મળી રહ્યું છે. લોકો પગભર બની રહ્યા છે. ફાઈવ સ્ટાર હોટલોમાં જે વાનગીઓના મળે એ વાનગીઓ અહીંયા મળે છે. અહીંયા ગુલાબજાંબુ છે તો રાગીના ગુલાબજાંબુ પણ છે જે એક અલગ જ સ્વાદ આપે છે અને ખાવામાં મજા આવે છે.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં રાગીના ગુલાબજાંબુ (ETV Bharat Gujarat)

તો દક્ષા પટેલ નામના મુલાકાતીએ જણાવ્યું હતું કે, અહીંયા આવીને અમને બહુ જ મજા આવી રહી છે. અહીંયા બહુ સરસ વાનગીઓ મળી રહે છે. ખાસ કરીને ઉંબાડિયા માટે તો લાઈન લાગી છે. ખાસ ધાનમાંથી અને શાકભાજી માંથી બનતી બધી જ નાની મોટી વસ્તુઓ અહીંયા મળી રહી છે. પેલા રાગીનું નામ પણ કોઈને ખબર ન હતી પરંતુ હવે જ લોકો રાગી તરફ વળી રહ્યા છે અને હવે રાગીની ખુબ જ સરસ વાનગીઓ બની રહી છે. અને અહીંયા રાગીના ગુલાબજાંબુ અને રાગીની પેન કેક અને બીજી ઘણી આઈટમ મળી રહી છે. જે ખાવામાં બહુ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ હોય છે.

આ પણ વાંચો:

  1. સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં બકરી-ઊંટડીના મસાલા દૂધે જગાવ્યું આકર્ષણ, કચ્છની માલાધારીઓ બહેનોએ પીરસી અવનવી વાનગી
  2. વિસરાતી વાનગી: શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ; તમે ઘરે પણ બનાવી શકો છો આ રેસિપી
  3. ગુજરાતની વિસરાતી જતી વાનગી પાનકીનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો, કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ડીશ? જાણો રેસિપી
  4. ખજૂરનું શાક, સોયાબિનની ચા... સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અવનવી વાનગીઓનો રસથાળ, ઉંબાડિયું ખાવા માટે લાઈન લાગી