અમદાવાદ: એન્જલ ચકમાને શ્રદ્ધાંજલિ આપતા NSUI અને યુથ કોંગ્રેસે કરી ન્યાયની માંગ
NSUI અને Youth Congress દ્વારા City College બહાર ખાનપુર ખાતે વિરોધ કરવામાં આવ્યો.

Published : December 30, 2025 at 7:20 PM IST
અમદાવાદ: એન્જલ ચકમાને ન્યાય અને દોષિતોને કડક સજા મળે આ માંગ સાથે આવતીકાલે NSUI અને Youth Congress દ્વારા City College બહાર ખાનપુર ખાતે વિરોધ કરવામાં આવ્યો.
દહેરાદુનની ઘટના અંગે AICC લઘુમતી વિભાગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, એન્જલ ચકમા જે એક વિદ્યાર્થી હતો અને તે કહેતો હતો કે, ‘આઈ એમ નોટ ચાઈનીઝ, આઈ એમ ઇન્ડિયન’ તો પણ આ ઘટના બની અને આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ બની રહી છે. નોટ ઇસ્ટના વિદ્યાર્થીઓ સાથે આવા બનાવો બની રહ્યો છે. આ વિદ્યાર્થીને ખૂબ જ બેરહેમીથી મારવામાં આવ્યો અને એમના પરિવાર છેલ્લા 15-20 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા કે એમને ન્યાય આપવામાં આવે એફઆઇઆર કરવામાં આવે. આની એફઆઇઆર બહુ જ લેટ દાખલ કરવામાં આવી. ઘટનાને લઈને કરોડો વિદ્યાર્થીઓ આજે આખા દેશમાં કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસાઓ, રંગભેદની હિંસાઓ, પ્રાંતવાદ ભાષાકીય ભેદભાવ અને આ પ્રકારની નફરત દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની અંદર વધી રહી છે એ બહુ જ મોટી ચિંતાનો વિષય છે. તેની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. કેમ્પસમાં ઘૂસીને સ્ટુડન્ટ્સ પર હમલા કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની હિંસાને ના ચલાવી લેવાય. ગૃહમંત્રી આખા દેશમાં વિદ્યાર્થીની સુરક્ષા નિશ્ચિત કરે જે પણ લોકો આ કૃત્યમાં સામેલ છે એને સજા કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે. એનએસયુઆઈ અને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.
એન્જલ ચકમાની હત્યા:
ત્રિપુરાના રહેવાસી એન્જલ ચકમા પર 9 ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકુઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાની બાજુમાં આવેલી કેન્ટીન પાસે છ સ્થાનિક યુવાનોના જૂથ દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. 17 દિવસની સારવાર બાદ, 26 ડિસેમ્બરના રોજ ચકમાનું મૃત્યુ થયું.


"એફઆઈઆર દાખલ કરવામાં કેમ વિલંબ થયો? તેની પણ તપાસ થવી જોઈએ."
લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ સમગ્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. ચકમાની હત્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "હું ભારતીય છું, હું ચીની નથી. પૂર્વોત્તરના લોકો ભારતીય છે. પૂર્વોત્તરના લોકો ચીની નથી." 9 ડિસેમ્બરે દેહરાદૂન ખાતે કેટલાક લોકોએ તેમને ચીડવ્યા અને ચીની કહ્યા ત્યારે તેમણે આ શબ્દો ઉચ્ચારવા પડ્યા. જ્યારે તેમણે જવાબ આપ્યો, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. તેઓ 14 દિવસ સુધી પોતાના જીવન માટે લડ્યા, પરંતુ તેમની ઇજાઓથી તેમનું મૃત્યુ થયું."
ગોગોઈએ દાવો કર્યો કે તેમના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક પોલીસે એફઆઈઆર નોંધવામાં જેટલી ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ તેટલી ઝડપથી કાર્યવાહી કરી નથી. તેમણે કહ્યું, "એફઆઈઆર નોંધવામાં લગભગ 12 દિવસ લાગ્યા. વિદ્યાર્થીઓના વિરોધ પછી જ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી ભાગી ગયો છે."
ગુનેગારોને કડક સજાની માંગ કરતા ગોગોઈએ કહ્યું, "અમે મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ ઇચ્છીએ છીએ. પોલીસે FIR દાખલ કરવામાં કેમ વિલંબ કર્યો તેની તપાસ થવી જોઈએ."
તેમણે ઉમેર્યું, "આજે, ભારત સરકારનો ભારતના લોકોના મન પર મોટો પ્રભાવ છે. તેથી, તેમણે પોતે જ માનસિકતામાં આ પરિવર્તન લાવવાની જવાબદારી લેવી જોઈએ."
આ પણ વાંચો:

