અમદાવાદ મહાનગરપાલિકાની વિશેષ પહેલ, 2026-27 માટે લાવી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના. જાણો લાભ
વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રીબેટ યોજનામાં ઓનલાઈન પેમેન્ટ સહિત કુલ 15 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

Published : February 25, 2026 at 5:02 PM IST
|Updated : February 25, 2026 at 6:19 PM IST
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રીબેટ યોજનામાં ઓનલાઈન પેમેન્ટ સહિત કુલ 15 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મળશે. જેમાં 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે.
ઓનલાઈન પેમેન્ટ પર એક ટકા જેટલી વધુ રાહત આપવામાં આવશે. સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 અને 2 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે એક ટકા વધુ રાહત આપવામાં આવશે. આમ કુલ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે.
રિવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વ્યાજ માફીની યોજના એટલે મહાનગરના કરદાતાઓને વ્યાજ ઉત્સવ બની રહે તે રીતે કામ કરવામાં આવે છે. એટલે વ્યાજ માફી માટે અમે આ યોજના લઈને આવ્યા છીએ. જેમાં ખાસ કરીને 1 જાન્યુઆરી લઈને 31મી માર્ચ સુધી આ યોજનાનો લાભ મળશે. જાન્યુઆરી મહિનામાં રેસિડેન્શિયલ મિલકતો હોય 85% અને કોમર્શિયલમાં 65 ટકા વ્યાજ માફી રાખવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં 80% રેસિડેન્શિયલમાં અને કોમર્શિયલમાં 60 ટકા વ્યાજ માફી રાખવામાં આવી હતી.
માર્ચ મહિનામાં રેસિડેન્શિયલમાં 75% અને કોમર્શિયલમાં 50 ટકા વ્યાસ માફીની યોજના અમે લઈને આવ્યા હતા. તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1 લાખ 67 હજાર 576 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UPI પેમેન્ટ ઉપર ખૂબ ભાર મુકયો છે. આખા વિશ્વમાં સૌથી વધુ UPI પેમેન્ટ ભારતમાં થતો હોય ત્યારે અમદાવાદના મહાનગર દાતાઓ પણ આ પહેલમાં ભાગીદારી થઈ રહ્યા છે,અને કુલ આવક કરતા 60 ટકાથી વધારે રકમ યુપીઆઈ પેમેન્ટ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, જે લોકો રેગ્યુલર ટેક્સ ભરે છે, તેના માટે એડવાન્સ ટેક્સ ડિબેટ લાવવામાં આવી છે. આ સ્ક્રીમ 9 એપ્રિલ થી 31મે સુધી ચાલતી હોય છે. આ સમયગાળા દરમિયાન જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે તેમને 12%ની રિબેટ આપવામાં આવશે અને જે ટેક્સ તૈયાર સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ પે કરશે તેને વધારાના બે ટકા રિબેટ મળશે અને જે લોકો UPI પેમેન્ટ કરશે એને એક ટકા વધારાનું રિબેટ મળશે એટલે 15% સુધીની એડવાન્સ રીબેટ યોજના આવનાર છે.

