ETV Bharat / state

અમદાવાદમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન, પાણીનું ક્લોરીનેશન કરવા સૂચન

ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણીથી ફેલાયેલા રોગચાળા બાદ અમદાવાદ મહાનગરપાલિકા એલર્ટ

અમદાવાદમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન
અમદાવાદમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 8, 2026 at 10:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણીથી ફેલાયેલા રોગચાળા બાદ અમદાવાદ મહાનગરપાલિકા એલર્ટ થઇ ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં આવનારા સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર પણ ચેન્જ કરવામાં આવશે.

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા એક્શન પ્લાન

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ક્યા પગલા ભરવામાં આવે છે તેને લઇને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે ત્યાં ph અને પાણીની શુદ્ધતા ચકાસીને પાણીનું વિતરણ કરવામાં આવે છે. આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ ચેન્જ કરવામાં આવશે તેની અંદર ઇકો લાઇટ બેક્ટેરિયા ટર્મીનિટી અને ટોક્સિન તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર માપવામાં આવશે અને તેની ચકાસણી દરમિયાન કોઇ ડાઉટ લાગે તો પાણીનું વિતરણ કરવામાં નહીં આવે અને રોગચાળો આગળ વધી નહીં શકે. ખાસ કરીને ચાલીના જે વિસ્તારો છે જ્યાં પાણીનું વિતરણ થાય છે ત્યાં ક્લોરીનના ડોઝિયર મુકવામાં આવ્યા છે. ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવશે ત્યારે ચાલીની અંદર પણ ઝડપથી ફેલાતો રોગચાળો અટકાવી શકાશે. દરેક ઘરમાં ક્લોરીન વાળું પાણી જાય એવી કામગીરી કરવામાં આવશે.

અમદાવાદમાં રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાનો એક્શન પ્લાન (ETV Bharat Gujarat)

શહેરમાં ક્લોરીનવાળા પાણીનું જ વિતરણ થશે

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસને અટકાવવા માટે મહત્ત્મ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે, તેની સાથે જ પાણીનું ડિસ્ટ્રીબ્યુશનની તમામ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જગ દ્વારા શહેરમાં જે પાણી સપ્લાય કરવામાં આવે છે તે પાણીમાં પ્યુરીફિકેશનની કામગીરી કરવામાં આવે છે. RO સિસ્ટમ અને બીજી સિસ્ટમ દ્વારા પાણીને શુદ્ધ કરીને જગમાં ભરવામાં આવે છે અને પછી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંદાજિત 170 જેટલા પાણીના ધંધાકીય એકમો છે. આ તમામ યુનિટમાં આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. જો ક્લોરીન વગરનું પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોમાં યુનિટને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: