અમદાવાદ: ‘ઇન્ટરનેશનલ ફ્લાવર શોને સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર અલગ ઓળખ અપાવી છે.

Published : January 1, 2026 at 7:24 PM IST
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14માં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો - 2026 એ આ વર્ષે વૈશ્વિક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 'ભારત એક ગાથા" થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે.
આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌ ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા પોર્ટ્રેટનો છે.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differen Positioning System) ટેક્નોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવ વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે.ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વા આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અ-રસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો.
સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશે બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ તેના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર દંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા -ટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર અલગ ઓળખ અપાવી છે.
આ પણ વાંચો:

