અમદાવાદમાં જાન્યુઆરી 2026માં ફ્લાવર શોનું આયોજન, જાણો આ વર્ષે કઈ થીમો જોવા મળશે
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ અદભુત ફ્લાવર શોનું આયોજન, આ વખતે કેવો રહેશે ફ્લાવર શો? જાણો...

Published : December 11, 2025 at 9:51 PM IST
|Updated : December 11, 2025 at 10:35 PM IST
અમદાવાદ : દર વર્ષે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ અદભુત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2026 જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે, જે ખાસ કરીને ભારત એક ગાથા થીમ પર રહેશે. આ વખતે કેવો રહેશે ફ્લાવર શો? ચાલો જાણીએ આ અહેવાલમાં...
અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન થશે
આ અંગે રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે. આ વર્ષે ભારત એક ગાથાની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ ઝોન રહેશે અને આ અલગ અલગ ઝોનની અંદર ભારતના ઉત્સવ, ભારતના નાટ્ય સંસ્કૃતિ, સરદાર પટેલની 150મી જન્મ જયંતી, વિવિધ ભાષાઓના ઉત્સવ. કોમનવેલ્થ ગેમ્સ, અને દેશને લગતા સારા પ્રયાસોને આ ફ્લાવર શો ઉજાગર કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.
"આ ફ્લાવર શોમાં પાંચ થીમ રહેશે, અમદાવાદ વિકાસ પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે ફૂલોના ફ્લાવર શોમાં તૈયાર કરવામાં આવશે, તદુપરાંત ફ્લાવર શોમાં મનોરંજન અને જ્ઞાન પણ પ્રદાન કરવામાં આવશે. જેથી મુલાકાતીઓને ગુજરાત અને અમદાવાદ બંનેની સંસ્કૃતિ વિશે જાણકારી મળશે. ફ્લાવર શોમાં ખાસ કરીને વિવિધ જાતિઓના હજારો ફૂલો રહેશે. ઓગસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્લાવર શોના માસ્ટર પ્લાન માટે 2.50 કરોડનું ટેન્ડર જાહેર કર્યું હતું." - જયેશ ત્રિવેદી, રી-ક્રિએશન કમિટી
દર વર્ષે ફ્લાવર શોમાં 1.5 મિલિયન છોડ હોય છે, આમાં ભારતના વિવિધ રાજ્યો તેમ જ વિદેશથી લાવવામાં આવતા વિશેષ પ્રકારના ફૂલો અને છોડનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં 15 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલીવાર લોકોને આ ઇસક્લપ્ચર દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોવાનો મોકો મળશે. જેમાં ઓપરેશન સિંદૂર સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો...

