અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરાઈ, 26એ નીકળશે નગર યાત્રા
26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. ત્યારે આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રા નીકળશે, તે પહેલા આજે પાલખીની પૂજા કરવામાં આવી હતી.

Published : February 24, 2026 at 5:37 PM IST
|Updated : February 24, 2026 at 6:54 PM IST
અમદાવાદ: 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. આ દિવસે શહેરના નગરદેવી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રા નીકળશે, તે પહેલા આજે પાલખીની પૂજા કરવામાં આવી હતી. બપોરે 12.39 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પૂજા બાદ પાલખીને માતાજી ના ચોકમાં લાવવામાં આવી હતી.
શ્રીરામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ આગામી 26 ફેબ્રુઆરીના રોજ ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળનારી છે તે પહેલા આજે પાલખી પૂજા કરવામાં આવી છે.
માતાજીને જે પાલખીમાં બિરાજમાન કરી રથમાં લઈ જવામાં આવશે, તેની પૂજા મંદિરમાં કરવામાં આવી. પૂજા બાદ માતાજીને પાલખીમાં બિરજમાન કરી માતાના આશીવાદ મેળવ્યા. યાત્રા માટે માતાજીની ચલિત પ્રતિમા તૈયાર કરાઈ છે. ભદ્રકાળી યાત્રામાં નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. માતાજીની પાલખી સીસમના લાકડા માંથી તૈયાર કરાઈ છે.
અમદાવાદના કારીગર દ્વારા આકર્ષક ડિઝાઇન વાળી પાલખી તૈયાર કરવામાં આવી છે. ત્યારે દર્શનાર્થી ભુવાભાઈ હીરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નગરયાત્રા નીકળશે ત્યારે ચલિત મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે. આ પાલખીની પૂજા આજે કરવામાં આવી, અને આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ભદ્રકાળી માતાની નગર યાત્રા નીકળશે. તેની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ નગર યાત્રા દરમિયાન ઢોલ-નગારા અને ભજન મંડળીઓ સાથે નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો સહભાગી થશે.

