ETV Bharat / state

મકરસંક્રાતિ 2026: અમદાવાદના આકાશમાં આ વર્ષે ઓપરેશન સિંદૂર-PM મોદીની છબી વાળી પતંગો દેખાશે

જ્યારથી તેમના પિતાનું અવસાન કેન્સરથી થયું છે, ત્યારથી તેઓ જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો બનાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

PM મોદી અને ઓપરેશન સિંદૂરની છબીવાળી 50 હજાર પતંગો બનાવી
PM મોદી અને ઓપરેશન સિંદૂરની છબીવાળી 50 હજાર પતંગો બનાવી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 11, 2026 at 5:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : શહેરના ઢાલગરવાડ ખાતે રહેતા પતંગ વેપારી ઈકબાલભાઈ બેલીમ દર વર્ષે નવા નવા સ્લોગનો વાળી પતંગો ઉતરાયણમાં બનાવે છે, અને એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવે છે. આ વર્ષે પણ ઉતરાયણમાં અમદાવાદના આકાશમાં એક ઈકબાલ ભાઈ બેલીમની બનાવેલી પતંગો જોવા મળશે.

પતંગના વેપારી બેલીમ મોહમ્મદ ઈકબાલ એ જણાવ્યું હતું કે, ઉતરાયણમાં અલગ અલગ સ્લોગનવાળી પતંગ બનાવું છું. આ વખતે ઓપરેશન સિંદૂરની પતંગો બનાવી છે. જેમાં ખાસ કરીને બેટી પઢાઓ બેટી બચાવોના સૂત્ર આની અંદર લાગુ પડે છે. જેની "દીકરી શિક્ષિત જ એની ઉન્નતિ નિશ્ચિત. જેનું ઉદાહરણ ઓપરેશન સિંદૂરમાં બે દીકરીઓ હતી તેની પતંગો પણ બનાવી છે. આ દીકરીઓએ દુશ્મનના ઘરમાં જઈને માતા આપી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ઓપરેશન સિંદૂરની મેં 50 હજાર પતંગો બનાવી છે.

PM મોદી અને ઓપરેશન સિંદૂરની છબીવાળી 50 હજાર પતંગો બનાવી (ETV Bharat Gujarat)
જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો
જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો (ETV Bharat Gujarat)

"આ વર્ષે પતંગની કિંમતમાં 10 થી 15%નો વધારો થયો છે. કારીગરોની અછતના હિસાબે મજૂરી વધી ગઈ છે અને પતંગમાં મોંઘવારી જોવા મળી રહી છે. પહેલા પતંગ ચાર રૂપિયાની મળતી હતી, તે અત્યારે પાંચ રૂપિયામાં મળે છે, એટલે પહેલા 80 રૂપિયાની કોળી હતી, તે 100 રૂપિયા થી 120 રૂપિયા કોળી (પતંગની થપ્પી) મળે છે. પતંગની સાઈઝ અને ડિઝાઇનની સાથે પતંગની કિંમત પણ વધી છે." - ઇકબાલભાઈ બેલીમ, પતંગ બનાવનાર

ઈકબાલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સ્લોગનની પતંગો પણ બનાવી છે, લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. આપણો દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. જેના લીધે હવે આપણે ચંદ્ર પર પણ પહોંચી ગયા છીએ. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર લહેરાયો છે. હવે કોમનવેલ્થ ગેમ્સ પણ આવવાની છે. કોમનવેલ્થ ગેમ્સ પર પણ પતંગો મેં બનાવી છે. તેના અલગ અલગ સંદેશાઓવાાળી પતંગો પણ બનાવી છે. વાઇબ્રન્ટ ગુજરાત અને કાઇટ ફેસ્ટિવલથી પતંગના ધંધામાં પણ વધારો થયો છે. મેં નરેન્દ્ર મોદીના અને બીજા ઘણા સ્લોગનની પતંગો બનાવી છે.

જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો
જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો (ETV Bharat Gujarat)
જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો
જુદા જુદા મેસેજ અને સ્લોગન વાળી પતંગો (ETV Bharat Gujarat)

હવે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, એટલે હું સરકારની પ્રશંસા કરું છું, કે તેમણે બહુ મોટી પહેલ કરી છે. આ ચાઈનીઝ દોરીથી ઘણા નાના મોટા પક્ષીઓને નુકસાન થતું હતું. અકસ્માતો પણ થતા અને લોકોના ગળા કપાઈ જતા હતા. જો કોઈ આ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યું છે તો તેની પર કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો...

  1. અમદાવાદના ફેમસ પતંગ બજારમાં આ વખતે શું છે નવી વેરાયટી ? બાળકો માટે આવી ઓટોમેટિક પતંગ
  2. ભરૂચના વૃદ્ધાએ પતંગને બનાવ્યો રોજગારીનો આધાર, મળો 'પતંગ વાળા ચાચી'ને