ETV Bharat / state

અમદાવાદ શહેરમાં દૂષિત પાણીને કારણે રોગચાળોમાં વધારો? 5 વર્ષમાં એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ

શહેરના લોકોના ઘરમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે પાણીજન્ય રોગચાળો પણ ફેલાયો છે.

અમદાવાદ શહેરમાં દૂષિત પાણીને કારણે રોગચાળોમાં થયો વધારો?
અમદાવાદ શહેરમાં દૂષિત પાણીને કારણે રોગચાળોમાં થયો વધારો? (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 6:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં સતત નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો વિરોધ પક્ષના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. શહેરના લોકોના ઘરમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે પાણીજન્ય રોગચાળો પણ ફેલાયો છે.

ટાઈફોઈડ, કોલેરા, ઝાડા - ઉલટી જેવા રોગોના કારણે નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો બિમાર પડી રહ્યા છે. પ્રદૂષિત પાણી અંગે વિપક્ષ દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 5 વર્ષમાં 1 લાખ કરતા વધુ ફરિયાદો મળી છે.

પ્રદૂષિત પાણી અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા ઓલિમ્પિકની વાતો કરવામાં આવે છે, પરંતુ શહેરનું વાર્ષિક બજેટ 15 હાજર કરોડ કરતા વધુ છે, પણ શહેરમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. બહેરામપુરાની સાંકળચંદ મુખીની ચાલીમાં ખરાબ પાણી આવી રહ્યું છે. પરીક્ષિતલાલ નગર અને બહેરામપુરાના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાઓ છે.

અમદાવાદ શહેરમાં દૂષિત પાણીને કારણે રોગચાળોમાં થયો વધારો? (ETV Bharat Gujarat)

AMCમાં CCRSમાં પાણીની ફરિયાદો:

વર્ષપાણી અંગેની ફરિયાદ
202142192
202255978
202368663
202475000

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, 5 વર્ષમાં 1 લાખ કરતા વધુ ફરિયાદ મળી છે. આ આંકડા માત્ર ઓનલાઇન ફરિયાદના છે. ઓફલાઇનના આંકડા વધુ હશે, પાણીજન્ય રોગચાળો. અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષમાં ટાઈફોઈડના 13000, કમળો 7972 અને કોલેરાના 400 કેસો નોંધાયા હતા, અમદાવાદ શહેર એ સ્માર્ટ જે હવે બીમાર સિટી બની રહ્યું છે.

અલગ અલગ વિસ્તારોનું દૂષિત પાણી
અલગ અલગ વિસ્તારોનું દૂષિત પાણી (ETV Bharat Gujarat)
5 વર્ષમાં એક લાખથી વધું ફરિયાદો નોંધાઈ
5 વર્ષમાં એક લાખથી વધું ફરિયાદો નોંધાઈ (ETV Bharat Gujarat)

"કોંગ્રેસ શહેર પ્રમુખ જણાવ્યું હતું કે "સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. અત્યાર સુધી પ્રદુષણનો મોટી સમસ્યા ચાલી રહી હતી અને હવે પાણીજન્ય સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. અમે કોર્પોરેશનથી પૂછવા માંગીએ છીએ કે જૂની ગટરોને ક્યારે બદલવામાં આવશે?" - સોનલબેન પટેલ, કોંગ્રેસ પ્રમુખ, અમદાવાદ શહેર

આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષે કરેલા આક્ષેપો વાહિયાત અને પાયાવિહોણા છે. રોડની અંદર તમામ પ્રકારના કામો ચાલી રહ્યા છે. પીવાના પાણીની પાઇપલાઇન બદલવામાં આવી રહી છે. પાણી સેમ્પલનું ચેકિંગ પણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા જે પીવાના પાણી લોકોને પહોંચાડવામાં આવે છે, તેના સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવે છે.

આ પણ વાંચો...

  1. અમદાવાદમાં 8 લેનનો નવો સુભાષ બ્રિજ બનાવાશે, કેટલા કરોડના ખર્ચે ક્યાં સુધીમાં તૈયાર થશે?
  2. ડિજિટલ AMC બોર્ડ મિટિંગ: પેપરલેસ કામગીરી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત રાજ્યનું પ્રથમ શહેર બનશે