ETV Bharat / state

અમદાવાદ: ભાજપ 'જીએસટી બચત ઉત્સવ' અને 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન'ના કાર્યક્રમો યોજાશે

આ સંદર્ભે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે "જીએસટી બચત ઉત્સવ" અને "આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન"ના વિષય પર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: ભાજપ 'જીએસટી બચત ઉત્સવ' અને 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન'ના કાર્યક્રમો યોજાશે
અમદાવાદ: ભાજપ 'જીએસટી બચત ઉત્સવ' અને 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન'ના કાર્યક્રમો યોજાશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 15, 2025 at 9:27 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલાં જીએસટીમાં ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી હતી, જેનાથી નાગરિકોને નોંધપાત્ર લાભ થઈ રહ્યો છે. આ સંદર્ભે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે "જીએસટી બચત ઉત્સવ" અને "આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન"ના વિષય પર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનોને લગતા વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી.

અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ અને જીએસટી બચત ઉત્સવ કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રીના પ્રથમ નોરતાથી દેશમાં નેક્સ્ટ જનરેશન જીએસટી લાગુ કર્યું છે. આ જીએસટી સુધારણા દેશના અર્થતંત્રને નવું બળ આપશે, નાગરિકોને તહેવારોની ખરીદીમાં બચત થશે અને તેમની ખરીદશક્તિમાં વધારો થશે. હવે જીએસટીમાં માત્ર બે સ્લેબ—૫% અને ૧૮%—રાખવામાં આવ્યા છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦૦થી વધુ ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેનાથી ચીજવસ્તુઓ સસ્તી બની છે. આ સુધારણાથી દેશના અર્થતંત્રને વેગ મળ્યો છે અને તેનો લાભ દેશના દરેક વર્ગના નાગરિકોને મળશે."

અમદાવાદ: ભાજપ 'જીએસટી બચત ઉત્સવ' અને 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન'ના કાર્યક્રમો યોજાશે (ETV Bharat Gujarat)

હસમુખભાઈ પટેલે "આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન" વિશે જણાવતાં કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના મુજબ દેશને આર્થિક મહાસત્તા બનાવવા માટે આત્મનિર્ભર બનવું અત્યંત જરૂરી છે. દેશમાં બનતી ચીજવસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવું અને વેપારીઓએ સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ પર ભાર મૂકવો જરૂરી છે. ટેરરથી લઈને ટેરિફ સુધીની લડાઈમાં આત્મનિર્ભર ભારત એકમાત્ર વિકલ્પ છે. આ અભિયાનને જન આંદોલન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી ૯૦ દિવસ ચાલશે. આ દરમિયાન નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓના સંમેલનો, ઘરે-ઘરે અને દુકાને-દુકાને સ્ટીકર લગાવવાનું કાર્ય, શાળા-કોલેજોમાં નિબંધ અને રંગોળી સ્પર્ધાઓ, શેરી નાટકો, પ્રભાત ફેરી અને પ્રદર્શની જેવા લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે. આ રીતે દેશભરમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે."

આ પણ વાંચો: