નગરદેવીની નગરયાત્રા: અમદાવાદમાં નીકળી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રા, આ રસ્તાઓ પર અપાયું ડાયવર્ઝન
મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરીને નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Published : February 26, 2026 at 9:22 AM IST
|Updated : February 26, 2026 at 9:32 AM IST
અમદાવાદ: અમદાવાદના નગરદેવી ભદ્રકાળા માતીની આજે ભવ્ય નગરયાત્રા નીકળી છે. નગરયાત્રાને લઈને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માઇ ભક્તો ઉમટ્યા હતા. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ બાદ મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરીને નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. નગરયાત્રાને લઈને એક ડીસીપી, 2 એસીપી, 15 પોલીસ ઇન્સપેક્ટર, 65 પીએસઆઇ, 750 પોલીસ જવાનો અને 700થી વધુ હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં છે.
નગરયાત્રાનો રૂટ
આ નગરયાત્રાની શરુઆત ભદ્રકાળી મંદિથી શરુ કરીને ત્રણ દરવાજા, માણેકનાથની સમાધિ, ખમસા, જમાલપુર પગથિયાં થઈને જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર પરત ફરશે. ભવ્ય નગરયાત્રામાં માતા ભદ્રકાળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જે જે રુટ પરથી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી તે સ્થળો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે.
શહેરમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, માતાજીનો રથ, હાથી, અખાડા સહિતના વાહનો જોડાયા હતા. જેથી નગરયાત્રા દરમ્યાન જણાવ્યા મુજબના માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.
શહેરમાં તારીખ- ૨૬/૦૨/૨૬ના રોજ શ્રી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળનાર છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, માતાજીનો રથ, હાથી, અખાડા સહિતના વાહનો જોડાશે. જેથી નગરયાત્રા દરમ્યાન જણાવ્યા મુજબના માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. pic.twitter.com/crSyIUxxgq
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) February 25, 2026
આ પણ વાંચો:

