ETV Bharat / state

EXCLUSIVE: એવું તો શું છે અમદાવાદની પોળોમાં ? જે વિશ્વભરનાં લોકોને આકર્ષે છે

અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત

પોળોમાં વસેલું 'અમદાવાદ'
પોળોમાં વસેલું 'અમદાવાદ' (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 6:02 AM IST

4 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ (તુષાર ચૌહાણ) : પોળોમાં વસેલું અમદાવાદ માત્ર ઈંટ-પથ્થરનું શહેર નથી, પરંતુ જીવંત સંસ્કૃતિ, સહઅસ્તિત્વ અને પરંપરાનું અનોખું ઉદાહરણ છે. સંકડી ગલીઓ, ઝરૂખાવાળા મકાનો, ચાબૂતરા અને મંદિર-મસ્જિદની નજીકતા અહીંના સામૂહિક જીવનને વ્યક્ત કરે છે. દરેક પોળને પોતાની અલગ ઓળખ, ઇતિહાસ અને જીવનશૈલી છે, જ્યાં પડોશી માત્ર પાડોશી નહીં પરંતુ પરિવાર સમાન હોય છે.

અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' જેમણે ETV BHART સાથે વિશેષ વાતચીતમાં 'પોળોમાં વસેલું - અમદાવાદ'એમ એ વિષય પર પ્રકાશ પાડ્યો હતો.અમદાવાદની પોળો વિશે જાણો આ વિશેષ અહેવાલમાં....

ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત (ETV Bharat Gujarat)

ડૉ. માણેક પટેલ ETV BHARATની વાતચીતમાં જણાવે છે કે,"અમદાવાદમાં અહમદશાદ બાદશાહ જ્યારે આવ્યો ત્યારે તે નદી કિનારે જ પડાવ નાખીને રહ્યો, પણ એના કોઈ શાહુકારો, શેઠિયાઓ જે પોળોમાં રહેતા. અમદાવાદ જેની પહેલી પોળ કહેવાય છે તો તે 'મહુરત પોળ' છે. મહુરતમાં રહેવા ગયા એટલે તે નામ પડ્યું હશે તેવું માનવામાં આવે છે. પોળ એ આપડો શબ્દ છે, પરંતુ વાસ્તવમાં તેને પાડા કહેતા. આ શબ્દ જે મૂળભૂત પાટણનો છે. પાટણમાં પણ પોળને પાડા કહેતા હતા.

અમદાવાદની જાણીતી પોળોના નામ
અમદાવાદની જાણીતી પોળોના નામ (ETV Bharat Gujarat)

"પોળ એટલે વિસ્તાર, પ્રવેશદ્વાર. અમદાવાદ પોળની સંસ્કૃતિ છે એ વર્ષો જૂની સંસ્કૃતિ છે. પોળની સંસ્કૃતિ ની જો નાની અમથી વાત કરીએ તો કૂતરાને રોટલો, ગાયને રોટલી, ચકલાને દાણા, એટલે પોળની સંસ્કૃતિ." - ડૉ. માણેક પટેલ, સંશોધક અને લેખક

ડૉ. માણેક પટેલ જણાવે છે કે, "પોળોમાં રહેતો સમૂહ એટલે પોળોના લોકો, એમના ઘરે લગ્નપ્રસંગે હોય તો બધા લોકો જાતે રાંધે અને સાથે જમે. પોળમાં નાનો માણસ પણ રહેતો હતો અને મિલ માલિક પણ રહેતો હતો. ચીનુભાઈ શેઠ, રણછોડલાલ છોટાલાલ પણ પોળમાં રહેતા હતા. પોળમાં એક જ માણસોને ઘરે ફોન હતો એટલે એક ફોન ઘણાંય માણસોને ઘરે જતો. છાપું એક ઘરે આવતું જે અનેક ઘરના લોકો વાંચતા. પોળમાં કોઈ માણસ માંદુ પડ્યું હોય તો લોકો એકબીજાને મદદ પણ કરે અને વાટકી વ્યવહાર પણ હતો, પણ હાલ સમય જતા બધું બદલાયું છે. જ્યાં ઘર હતા ત્યાં ગોડાઉન થવા માંડ્યા છે, છતાં હજુ પણ લિવિંગ હેરિટેજ છે. અમદાવાદમાં પોળોની સંખ્યા મુઘલના સમયમાં 360 હતી, પછી 600 જેટલી થઈ. અત્યારે એમ કહીએ તો 1200 જેટલી પોળ હશે. દરેક પોળને પોતાનો ઇતિહાસ અને જુદી જુદી વાર્તાઓ છે."

અમદાવાદની મહુરત પોળ
અમદાવાદની મહુરત પોળ (ETV Bharat Gujarat)

અમદાવાદના બ્રીજ વિશે વાત કરતા ડો.માણેક પટેલ જણાવે છે કે," અમદાવાદ એક સમયે 5 કિલોમીટરના વિસ્તરમાં વસેલું હતું. હાલ સાબરમતી નદી અમદાવાદના બે ભાગ પાડે છે, જેમાં એક જૂનું અમદાવાદ અને એક નવું અમદાવાદ જેની વચ્ચે બ્રીજ આવેલા છે. સૌથી પહેલો બ્રીજ પહેલો એલિસબ્રિજ. જ્યારે પહેલો વહેલો બંધાવ્યો ત્યારે બધા એને લાકડિયો પુલ કહેતા પછી જે નવો બ્રિજ બન્યો છે જે સંપૂર્ણ લોખંડથી બનેલો બ્રિજ છે. જે આજે અસ્તિત્વ ધરાવે છે. હાલ પુલનું નામ વિવેકાનંદ બ્રિજ છે.

ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત (ETV Bharat Gujarat)

"આજે પણ એલિસબ્રિજને તેની જુની રીત પ્રમાણે જાળવી રાખવામાં આવે છે, પછી ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ, નેહરુ બ્રિજ, સુભાષ બ્રિજ, અને છેલ્લો બ્રીજ જે અટલબ્રિજ બન્યો. જે અમદાવાદની એક નવી ઓળખ બની છે. જે લોકોને લટાર મારવા માટેનો બ્રિજ છે." - ડૉ. માણેક પટેલ, સંશોધક અને લેખક

ડૉ. માણેક પટેલ જણાવે છે કે, "અમદાવાદની જો એક મૂળભૂત વાત કરિયે તો અમદાવાદ કેટલું જૂનું, અમદાવાદમાં એક દધિચી રુસી રહેતા હતા. તેમનો નદી કિનારે આશ્રમ હતો, પુરાણો અને લોકકથા, દંતકથા એવી છે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, અને એવું કહેવામાં આવ્યું કે જો તમારે જીતવું હોય તો એક જીવતા ઋષિના હળકામાંથી શસ્ત્ર બનાવવામાં આવે તો તમે દાનવો સામે જીતી શકશો અને આ વાત દધિચી ઋષિને ખબર પડી, દધિચી ઋષિ એ નદી કિનારે આત્મવિલોપન કરીને પોતાના હાડકા ભગવાનને અર્પણ કર્યાં હતાં. જ્યાં મહાદેવનું મંદીર છે ત્યાં પોતાના હાડકા અર્પણ કર્યા. જે જગ્યાએ હાડકા અર્પણ કર્યા તેથી તે બ્રિજનું નામ પડ્યું દધિચી બ્રિજ. આમ અમદાવાદના લોકો જે દાન આપવામાં માને છે જે મૂળ ભાવના આ ઋષી પાસેથી આવી."

અમદાવાદમાં 'સંકટ નિવારણ સોસાયટી'

ડૉ. માણેક પટેલ જણાવે છે કે, "કોઈપણ સંકટ આવે તો સૌથી પહેલા નગરજનો દાન આપે છે. એટલે અમદાવાદમાં સંકટ નિવારણ સોસાયટી જે લાખો રૂપિયાનું દાન કરે એકત્રિત કરે છે. જ્યારે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈના સમયમાં ખૂબ પુર આવ્યું અને અઠવાડિયામાં લગભગ 50 ઈંચ જેટલો વરસાદ પડ્યો. શહેર આખું પાણી પાણી અને ઘણા મકાનો પણ પડી ગયા હતા. તે સમયે સરદાર વલ્લભભાઈએ અઠવાડિયું કોર્પોરેશનનાં મકાનમાં રહીને નગરજનોની તકલીફ ઓછી પડે તેવી સેવાઓ કરી હતી. તે સમયે કસ્તુરભાઈ લાલભાઈ, અમરતભાઈ શેઠ આ બધા ભેગા થઈને દાન એકત્રિત કરતા હતા. જે હમણા સુધી ચાલતી હતી, માત્ર અમદાવાદ પુરતું નહી ભારતભરમાં જ્યાં સંકટ આવે તો આ સોસાયટી મદદ કરતી હતી.

હું તો એમ કહીશ કે આ અમદાવાદ શહેરનો વિકાસ કોઈ રાજા મહારાજાથી નહી પણ શહેરના નાગરિકો, નગરજનો અને શ્રેષ્ઠીઓથી થયો છે. અનેક જગ્યાએ નગરજનોના નામ કોતરાયેલા છે.

આ પણ વાંચો...

  1. ભાવનગર દક્ષિણા મૂર્તિ બાલમંદિરનો પ્રેરણાદાયક ઈતિહાસ, બાળકોને પ્રત્યક્ષ અનુભવથી અપાય છે શિક્ષણ
  2. દેશનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય, જાણો સક્કરબાગ નામ સાથે જોડાયેલો રોચક ઈતિહાસ