ETV Bharat / state

EXCLUSIVE: આ અમદાવાદ તમે ક્યારેય જોયુ છે?, ફોટોમાં પણ ભાગ્યેજ જોવા મળશે આ જગ્યાઓ

અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત

તમને ખબર છે? આ અમદાવાદ વિશે
તમને ખબર છે? આ અમદાવાદ વિશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 5:55 AM IST

|

Updated : February 26, 2026 at 11:25 AM IST

4 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ (તુષાર ચૌહાણ) : અજાણી, અનકહેલી અને ભીડથી દૂર એવી અનેક કહાણીઓ અમદાવાદમાં છે. અહીં માત્ર જાણીતા સ્મારકો જ નહીં, પણ સાંકડી ગલીઓમાં છુપાયેલા પ્રાચીન મકાનો, ભૂલાઈ ગયેલા મંદિરો, પેલેસ, કિલ્લાઓ અને રહસ્યમય વાવો અને સમય સાથે ગાયબ થતી વસાહતો પણ શહેરના ઇતિહાસને જીવંત રાખે છે. ઘણી જગ્યાઓ એવી છે, જ્યાંથી અમદાવાદની સાચી ઓળખ શરૂ થાય છે, પરંતુ તેની ચર્ચા ભાગ્યે જ થાય છે.

અમદાવાદના સંશોધક અને લેખક ડૉ. માણેક પટેલ 'સેતુ' જેમણે ETV BHART સાથે વિશેષ વાતચીતમાં ' અમદાવાદની એવી જગ્યાઓ જે આજે પણ અમદાવાદના નગરજનો જે ભાગ્યેજ જાણતા હશે તે વિષય પર તેમણે વિગતે પ્રકાશ પાડ્યો હતો. જાણો અને વાંચો વિગતે આ વિશેષ અહેવાલમાં....

ડૉ. માણેક પટેલ 'સેતુ' સાથે ETV BHARTની વિશેષ વાતચીત (ETV Bharat Gujarat)
  • 'ચાંદા સુરજ મહેલ'

ડૉ. માણેક પટેલ ETV BHARATની વાતચીતમાં જણાવે છે કે, "અમદાવાદમાં જ્યારે શાહજહાં આવ્યો ત્યારે એ ક્યાં રહેતો એ કોઈને નથી ખબર, એ વખતે ભદ્રનો પેલેસ પણ તૂટી ગયેલો હતો. તો એ વખતે તે શાહજહાં 'ચાંદા સુરજ મહેલ'માં રહેતો હતો, ચાંદા સૂરજ મહેલ જે ખાનપુર નદી કિનારે હતો. હાલમાં ત્યાં, એક ફાઈવ સ્ટાર હોટલ છે. એ જગ્યાએ ચાંદા સૂરજ મહેલ હતો. જે પારસી પરીવારના ભાગમાં આવેલો, જે પારસી પરિવારને હું પોતે પણ મળેલો છું. સારાભાઈ પરિવાર પણ આ મહેલમાં રહેલા પારસી પરિવારે મને કહેલું."

ડૉ. માણેક પટેલ જણાવે છે કે, "ચાંદા સુરજ મહેલમાં રહેતા એની સાબિતી શું તો કવિ દલપતરામ અમદાવાદ આવ્યા ત્યારે તેઓ એલે્ઝાન્ડરને મળવા ગયા. દલપતરામે એક કવિતા લખી અને એ કવિતાનું એમણે વર્ષ અને તારિખ પણ લખી અને દલપતરામે કવિતામાં લખ્યું કે હું એલેક્ઝાન્ડરને આ વર્ષ તારીખે મળ્યો છું. સારાભાઈનો પરિવાર રહેતો હતો એ પણ તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે. ચાંદા સુરજ મહેલ કેવો હતો એનો ફોટો પણ એ પરિવારે પાડ્યો છે. એ ફોટો પણ મેં જોયો છે અને મારા પુસ્તકમાં પણ છે. જુનો ભદ્રનો ફોટો જોઈએ તો એમાં એક પોલિસ સ્ટેશન દેખાય છે એ પારસી પરીવારનું હતું. એ મકાન એમનું હતું. એવી જ રીતે આ મહેલ પારસી પરીવાર જોડે આવ્યો એને તેમણે વેચ્યો,ત્યારબાદ આ હોટલ બની છે. મેં મારા ફિલ્મમાં પણ આ જગ્યાનું શૂટિંગ કર્યું છે."

  • 'ફતેહબાગ પેલસ'

ડૉ. માણેક પટેલ જણાવે છે કે," અકબર બાદશાહે આ શહેરમાં એક મહેલ બનાવ્યો હતો, જેનુ નામ 'ફતેહબાગ પેલસ'. જ્યારે હું એ મહેલ શોધવા નીકળ્યો ત્યારે મારે પણ 2 કલાક લાગ્યા હતા. ફતેહવાડી ગામમાં નદી કિનારે હાલમાં પણ નદી કિનારે તેના અવશેષો છે. એ બહુ મોટો મહેલ છે, જે અકબર બાદશાહના સમયમાં તેના સૂબાએ બનાવ્યો હતો, તેનો સૂબો એક નગરજન હતો. એ મહેલની સાબિતી શું તો કે જહાંગીર જ્યારે અમદાવાદમાં આવ્યો ત્યારે તે એના બગીચામાં ગ્યો હતો, ત્યાં ફ્રૂટ પણ તેને ખાધા હતા. જે મહેલની સાબિતી છે. હાલ આ મહેલ એકદમ તુટી ગયો છે, પણ એના ખંડેર મેં જોયા છે. ફતેહવાડી પોલીસ સ્ટેશનની સામેની સાઈડ ચાલતા ચાલતા જઈએ જ્યાં સિમેન્ટનો રોડ છે , ત્યાંથી છેલ્લી જગ્યા છે તે ફતેહબાગ પેલેસ. આ ભવ્ય પેલેસ ત્રણ માળનો હતો."

  • 'કલિદાબાદ કિલ્લો'

અમદાવાદમાં આઝમખાને પણ એક કિલ્લો બનાવ્યો છે. અમદાવાદની નજીકમાં કાળીગામ છે. જેને કલિદાબાદનો કિલ્લો કહેવાય છે. અત્યારે ત્યાં તે મુખીનો કિલ્લો કહેવાય છે, પણ વાસ્તવમાં નામ કલીદાબાદનો કિલ્લો છે. કેમ કે આઝમખાનના પુત્રનું નામ કલિદા હતું.

  • 'મહાલક્ષ્મીના મંદિરના પરિસરમાં પાંચ કબરો'

ડૉ. માણેક પટેલ જણાવે છે કે,"ગીતામંદિરમાં એક મોચીની વાડી છે. જે મોચીની વાડીમાં મહાલક્ષ્મીનું મંદિર છે અને એજ પરિસરમાં પાંચ કબરો છે. એક હિન્દુ મંદિરની અંદર પાંચ કબરો હોય એ કેવુ અદભુત કહેવાય. ઝવેરચંદ મેઘાણીએ આના પર 'વિપોલન' નામની વાર્તા પણ લખી છે. વાર્તા મુજબ એમ છે કે આ જે મોચી હતો એ ચિત્રકાર હતો. મોચી કામની સાથે ચિત્રો પણ સરસ રીતે દોરતો એટલે સુલતાને બેગમનું ચિત્ર દોરાવ્યું. સુલતાને કહ્યું કે, તારે જે માંગવું હોય એટલે માંગ એટલે મોચીએ બહુચરમાતા નો ભક્ત હોવાથી તેણે જમીન માંગી અને ત્યારબાદ મંદીર બનાવ્યું."

ડૉ. માણેક પટેલ વધુમાં જણાવે છે કે, "સમય બદલાઈ છે એટલે પછી સુલતાને કીધું કે આ મંદિર તોડી નાખવું પડશે તો એમને કીધું કે મને તો સુલતાને જ આપ્યું છે, કીધું કે મંદિર નાં તોડો તો કહ્યું કે તું મુસલમાન થઈ જા એમ, પછી એ મુસલમાન બન્યો, કપડાં પેર્યા પણ એ આખી જિંદગી બહુચરમાની પૂજા ભૂલ્યો નહી. એનો આખો પરિવારનું દહન ત્યાં જ એને દાટવામાં આવ્યા, ત્યાં કબર કરવામાં આવી છે. બાજુમાં મંદિર છે એજ પરિસરમાં પાંચ કબર છે. મેં ત્યાં પિકચરનું શૂટિંગ પણ કર્યુ છે, ઝવેરચંદ મેઘાણીએ પણ આ જગ્યા જોયેલી છે. તેમને લઈ જનાર ડૉ.હરીપ્રસાદ દેસાઈ હતા. અધીદી દેસાઈ અને દેવકીએ આની કથા પણ એક કરેલી અને એક શો પણ એ આ વાર્તા પર કરેલો છે."

ડૉ. માણેક પટેલ વધુમાં જણાવે છે કે, "રેલવે સ્ટેશન નજીક અનાથ આશ્રમ છે. એ જગ્યાએની સામેની સાઈડ અંગ્રેજોના સમયે લોર્ડ મિન્નટો ત્યાંથી પસાર થતા હતા અને લેડી મિન્નટો પણ સાથે હતા. એ વખતે શહેરમાં બોમ્બ બનાવવાની પ્રવૃતિ ચાલતી હતી, તો તે સમયે એમને પણ બોમ્બ ફેંકવામાં આવેલો. નસીબ જોગે લોર્ડ મિન્નટો અને લેડી મિન્નટો બચી ગયા હતા. બાજુમાં સફાઈ કામદાર કામ કરતો હતો તેનું મૃત્યુ થઈ ગયું. જ્યાં બોમ્બ ફેંકવામાં આવ્યો તે સ્થળ પર એક નાનું સ્મારક બનાવવામાં આવે છે. અને આ ઘટનાની નોંધ લેવામાં આવે છે. અમદાવાદમાં આવા અનેક સ્થળો છુપાયેલા છે, જેમાં રહસ્યો છુપાયેલા છે."

આ પણ વાંચો...

  1. લાઈક જરુરી કે લાઈફ, પ્રવાસીઓનું શંકુ પર જીવલેણ ફોટોશૂટ
  2. માત્ર દારૂ અને દરિયા માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક વિરાસતો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે દમણ
Last Updated : February 26, 2026 at 11:25 AM IST