13 વર્ષના વનવાસ બાદ 'દોષી' આસારામની સુરત મુલાકાત: અનુયાયીઓની લાગી ભીડ
એક તરફ કાયદાની નજરમાં તેઓ 'દુષ્કર્મના દોષી' છે, તો બીજી તરફ હજારો અનુયાયીઓ માટે તેઓ હજુ પણ 'ભગવાન' સમાન છે.

Published : January 3, 2026 at 10:59 AM IST
સુરત: દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ લગભગ ૧૩ વર્ષ બાદ સુરતની ધરતી પર પગ મૂક્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર આપેલા શરતી જામીન બાદ આસારામ ભાવનગરથી રો-રો ફેરી મારફતે સુરત પહોંચતા જ જહાંગીરપુરા આશ્રમ ખાતે વિરોધાભાસી દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ કાયદાની નજરમાં તેઓ 'દુષ્કર્મના દોષી' છે, તો બીજી તરફ હજારો અનુયાયીઓ માટે તેઓ હજુ પણ 'ભગવાન' સમાન છે.
નવા વર્ષે આશ્રમમાં દિવાળી જેવો માહોલ
1લી જાન્યુઆરીના રોજ જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે જહાંગીરપુરા આશ્રમમાં આસારામના આગમનને વધાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને પ્રવેશદ્વાર પર આકર્ષક રંગોળીઓ સજાવવામાં આવી હતી. આસારામની ખાસ બસ જ્યારે આશ્રમમાં પ્રવેશી ત્યારે ભક્તોએ ઢોલ-નગારા અને હાથમાં દીવડા લઈને તેમનું સ્વાગત કર્યું હતું.
ત્રણ દિવસની આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાત
આસારામ આગામી ત્રણ દિવસ સુધી સુરત આશ્રમમાં જ રોકાણ કરશે. જામીન મેળવવા માટે સ્વાસ્થ્યના જે કારણો રજૂ કરવામાં આવ્યા હતા, તેના ભાગરૂપે તેઓ અહીં ખાસ આયુર્વેદિક સારવાર લેશે. આ ઉપરાંત, આશ્રમના સાધકો સાથે મુલાકાત પણ કરશે. સુરત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.
'ષડયંત્ર'નો રાગ અને ભક્તોનો બચાવ
આસારામના સમર્થકો હજુ પણ તેમના વિરુદ્ધના આરોપોને સ્વીકારવા તૈયાર નથી. સમર્થક રાજીવ શાહે દાવો કર્યો હતો કે, "આસારામજીને ઊંડા ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. તેઓ વ્યસનમુક્તિ અને ધર્માંતરણ અટકાવવાનું કામ કરતા હોવાથી વિદેશી શક્તિઓએ તેમને નિશાન બનાવ્યા છે."
આ પણ વાંચો:

