ETV Bharat / state

ચરસ સાથે પકડાયેલા આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ, પાલનપુર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પંજાબથી મુંબઈ ચરસ સપ્લાય કરનાર આરોપીને 20 વર્ષની જેલ; ફરાર આરોપીને પકડવા કોર્ટનો આદેશ

પાલનપુર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
પાલનપુર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 7:58 AM IST

2 Min Read
Choose ETV Bharat

પાલનપુર: પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે વર્ષ 2020ના એક ચકચારી NDPS કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. ATS દ્વારા 1 કરોડની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એકને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે કેસની ટ્રાયલ દરમિયાન વચગાળાના જામીન મેળવીને ફરાર થઇ ગયેલા આરોપીને નાસતો-ફરતો જાહેર કરી તેની સામે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે.

પાલનપુર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટે નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર શખ્સને સજા સંભળાવી છે. શોર્ટકટમાં રૂપિયા કમાવવા નશીલા પદાર્થોનુ વેચાણ અને હેરાફેરી કરી યુવાધનને નશાના રવાડે ચડાવનાર લોકો માટે દાખલારૂપ હુકમ પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટે કર્યો છે. પાલનપુર નજીક વર્ષ 2020માં હેરોઈન સાથે ઝડપાયેલા બે શખ્સોને NDPS એક્ટ હેઠળ ગુનો નોધીને પાલનપુર તાલુકા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. જે કેસની ટ્રાયલ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે 1 શખ્સને 20 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ચરસ સાથે પકડાયેલા આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ (ETV Bharat Gujarat)

પંજાબથી મુંબઇ ચરસ સપ્લાય કરવાનો હતો

વર્ષ 2020માં ગુજરાત ATSને ખાનગી રાહે બાતમી મળી હતી કે પંજાબના લુધિયાણાથી કારમાં ચરસ લઈને બે શખ્સો પાલનપુર થઈને મુંબઈ જવાના છે. ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSએ પાલનપુર નજીક નાકાબંધી કરી હતી ત્યારે મુંબઈના ફહીમ અઝીમ બેગ અને ઔરંગાબાદના સમીર અહમદ શેખને એક કરોડની કિંમતનું 16.753 ગ્રામ ચરસ કારમાં હેરાફેરી કરતા ઝડપી લીધા હતા.

ગુજરાત ATSએ બંનેની ધરપકડ કરી તેમની સામે તાલુકા પોલીસ મથકે NDPS હેઠળ ગુનો નોધી જેલ હવાલે કર્યા હતા. જે કેસ હવે પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં મજબૂત પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોના અંતે ન્યાયાધીશ ડી. એસ. શ્રીવાસ્તવએ ઔરંગાબાદના સમીર અહમદ શેખને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે.

આ કેસનો એક આરોપી ફહીમ અજીમ બેગ કોર્ટ ટ્રાયલ દરમિયાન વચગાળાના જામીન પર નિકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો ત્યારે કોર્ટે તેને નાસતો ફરતો જાહેર કરી તેની સામે વોરંટનો હુકમ કર્યો છે. એટલે કે કેસ ટ્રાયલ દરમિયાન હાજર એકને કોર્ટે સજા સંભળાવી છે જયારે ફરાર શખ્સને પકડવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સરકારી વકીલ દીપક પુરોહિતે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે, પંજાબના લુધિયાણાથી આબુરોડ પાલનપુર થઈ બે શખ્સો ચરસ લઈને મુંબઈ તરફ જવાના છે, જેના આધારે ATSએ વોચ ગોઠવી ચરસના જથ્થા સાથે બે શખ્સને ઝડપી ગુનો નોંધ્યો હતો. જે કેસ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશએ એક શખ્સને 20 વર્ષની કેદ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: